Site icon News Continuous Bureau | Mumbai

આ વ્યક્તિએ માત્ર 18 દિવસનું શૂટિંગ કર્યા બાદ છોડી દીધી શાહરૂખ ખાનની ફિલ્મ ડંકી-હવે શું કરશે રાજકુમાર હિરાણી

News Continuous Bureau | Mumbai

સુપરસ્ટાર શાહરૂખ ખાન ની ફિલ્મ ની દર્શકો ઘણા લાંબા સમયથી રાહ જોઈ રહ્યા  છે. શાહરૂખ ખાન વર્ષ 2018માં આવેલી ફિલ્મ 'ઝીરો' (Zero)પછી સિલ્વર સ્ક્રીન પરથી ગાયબ થઈ ગયો હતો અને હવે તે 'પઠાણ' દ્વારા પૂરા 5 વર્ષ પછી સ્ક્રીન પર પાછો ફરશે. આ સિવાય શાહરૂખ ખાને(Shahrukh Khan) તેની મલ્ટિસ્ટારર ફિલ્મ 'ડંકી' (Dunky)સહિત તેની ઘણી ફિલ્મોની જાહેરાત પણ કરી છે. પરંતુ લાગે છે કે ફિલ્મની 'ડંકી' ની ટીમમાં ઝઘડો થયો છે.

Join Our WhatsApp Channel

ફિલ્મનું પ્રથમ શેડ્યૂલ શૂટ થઈ ગયું છે, પરંતુ અહેવાલ છે કે રાજકુમાર હિરાણી(Rajkumar Hirani) દ્વારા નિર્દેશિત ફિલ્મમાં બધુ બરાબર નથી. એક મીડિયા હાઉસ ના અહેવાલ મુજબ, પ્રથમ શૂટિંગ શિડ્યુલ પૂર્ણ થતાંની સાથે જ ફિલ્મના DOP એટલે કે ફોટોગ્રાફીના નિર્દેશકે ટીમને ટાટા બાય બાય કહી દીધું છે.'લવ આજકલ 2', 'સરકાર' અને 'સરકાર રાજ' જેવી ફિલ્મોનો ભાગ બનેલા અમિત (Amir Roy) શાહરૂખ ખાન અને તાપસી પન્નુની આગામી ફિલ્મ 'ડંકી'માં ડીઓપી (DOP)તરીકે કામ કરી રહ્યા હતા. રિપોર્ટ અનુસાર, અમિત રોયે કહ્યું, 'હા, હું હવે 'ડંકી' નથી કરી રહ્યો. મેં 18-19 દિવસ સુધી શૂટિંગ (Shooting)કર્યું અને પછી પડતું મૂક્યું.

આ સમાચાર પણ વાંચો : તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા માં ઐશ્વર્યા સખુજા બનશે દયાભાભી-આ સમાચાર પર આવી અભિનેત્રી ની પ્રતિક્રિયા-રોલને લઇ ને કહી આવી વાત

અમિત રોયે કહ્યું, 'રાજકુમાર હિરાની અને મારી વચ્ચે સર્જનાત્મક મતભેદો(creative problems) આવી રહ્યા હતા. અમે બંને એક જ ખૂણાથી એક જ ફ્રેમ જોઈ શકતા ન હતા. જોકે અમારું અલગ થવું ખૂબ જ સરળ રહ્યું છે. હું ઈચ્છતો ન હતો કે કોઈ સમસ્યા ઊભી થાય. તેથી અમે સાથે બેસીને વાત કરી અને પછી મેં ટીમમાંથી અલગ થવાનું નક્કી કર્યું.અમારું વિભાજન સરળ રહ્યું છે. તમને જણાવી દઈએ કે 'ડંકી' આવતા વર્ષે 22 ડિસેમ્બરે (December)રિલીઝ થશે.

 

Oscar Awards 2027 Indian Films – ભારતની બે ફિલ્મોએ ઓસ્કારની દોડમાં એન્ટ્રી, ‘ગોંધળ’ અને ‘અંગ’ ફિલ્મોએ વધાર્યું દેશનું માન
 Shraddha Kapoor Eetha Record – રિલીઝ પહેલાં જ શ્રદ્ધા કપૂરની ‘ઈઠા’એ રચ્યો ઇતિહાસ, ‘જી જી રે જી’ ગીત સાથે એશિયા બુક ઓફ રેકોર્ડ્સમાં નામ નોંધાયું
  Pakistani Dramas Ban in India – પાકિસ્તાની કલાકારોના શો પર પ્રતિબંધ મૂકવા સિને વર્કર્સ મેદાને, સોશિયલ મીડિયા પર પણ બહિષ્કારની ઉઠી માંગ
 Sonu Nigam Mumbai Property Purchase – મુંબઈ રિયલ એસ્ટેટના ‘બાદશાહ’ બની રહ્યા છે સોનુ નિગમ! ₹૩૧.૪૭ કરોડની નવી પ્રોપર્ટી ખરીદી, ૨ વર્ષમાં ₹૧૨૩ કરોડના વ્યવહાર
Exit mobile version