Site icon News Continuous Bureau | Mumbai

સલમાન ખાનની ફિલ્મ ‘બોડીગાર્ડ’ના નિર્દેશક સિદ્દીકી નું થયું નિધન, અભિનેતા તરીકે પણ ઘણી ફિલ્મોમાં કર્યું હતું કામ

સિદ્દીકી ઈસ્માઈલ મલયાલમ ઉદ્યોગના જાણીતા નિર્દેશક હતા. છેલ્લા કેટલાક દિવસોથી તેઓ ન્યુમોનિયા અને લીવરની બીમારીથી પીડિત હતા. તેમની તબિયત બગડતાં તેમને કોચીની અમૃતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ દરમિયાન તેમને હાર્ટ એટેક આવ્યો અને દુનિયાને હંમેશ માટે અલવિદા કહી દીધું.

famous malayalam director siddique died of heart attack

famous malayalam director siddique died of heart attack

News Continuous Bureau | Mumbai 

મલયાલમ ફિલ્મોના પ્રખ્યાત નિર્દેશક(director) સિદ્દીકી ઈસ્માઈલ વિશે એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. 63 વર્ષની વયે હૃદયરોગના હુમલાથી તેમનું અવસાન થયું. તેણે સલમાન ખાનની(salman khan) ફિલ્મ ‘બોડીગાર્ડ'(bodyguard) ડિરેક્ટ કરી હતી.

Join Our WhatsApp Channel

નિર્દેશક સિદ્દીકી ઇસ્માઇલ નું હાર્ટ એટેકને કારણે થયું નિધન

સિદ્દીકી ઈસ્માઈલ મલયાલમ ઉદ્યોગના જાણીતા નિર્દેશક હતા. છેલ્લા કેટલાક દિવસોથી તેઓ ન્યુમોનિયા અને લીવરની બીમારીથી પીડિત હતા. તેમની તબિયત બગડતાં તેમને કોચીની અમૃતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન, તેમને એક્સ્ટ્રાકોર્પોરિયલ મેમ્બ્રેન (ECMO)ના સમર્થન પર રાખવામાં આવ્યા હતા. આ દરમિયાન તેમને હાર્ટ એટેક આવ્યો અને દુનિયાને હંમેશ માટે અલવિદા(passed away) કહી દીધું.ડોક્ટરોએ તેને બચાવવા માટે ઘણા પ્રયત્નો કર્યા. બધાને આશા હતી કે તે સ્વસ્થ થઈને ઘરે આવશે, પરંતુ આવું થઈ શક્યું નહીં. દિગ્દર્શકે 1989માં આવેલી મલયાલમ ફિલ્મ ‘રામજી રાવ સ્પીકિંગ’થી પોતાના કરિયરની શરૂઆત કરી હતી. તે ‘હરિહર નગર’, ‘ગોડફાધર’, ‘કાબુલીવાલા’, ‘વિયેતનામ કોલોની’ અને ‘હિટલર’ જેવી ફિલ્મો માટે પણ જાણીતા છે. તેની છેલ્લી ફિલ્મ ‘બિગ બ્રધર’ હતી, જે બોક્સ ઓફિસ પર હિટ સાબિત થઈ હતી. આ ફિલ્મમાં સુપરસ્ટાર મોહનલાલ અને અભિનેતા અરબાઝ ખાન મુખ્ય ભૂમિકામાં હતા.

આ સમાચાર પણ વાંચો : Maharashtra Eyestrain Disease: મુંબઈકર થઈ જાવ સાવધાન! રાજ્યમાં આંખ આવવાના કેસમાં બે લાખનો આંકડો પાર.. મહારાષ્ટ્ર સરકારે સત્તાવાર રીતે એડવાઈઝરી બહાર પાડી.. જાણો લક્ષણો અને કેવી રીતે કરશો બચાવ.

સિદ્દીકી ઇસ્માઇલે સલમાન ખાન ની ફિલ્મ ગાર્ડ કરી હતી ડિરેક્ટ

સિદ્દીકી ઉત્તમ દિગ્દર્શન માટે જાણીતા હતા. સલમાન ખાનની ફિલ્મ ‘બોડીગાર્ડ’ તેના નિર્દેશનમાં બનેલી શ્રેષ્ઠ ફિલ્મોમાંની એક હતી. આ ફિલ્મ 2011 માં રીલિઝ થઈ હતી, જેનું નિર્દેશન એટલી પરફેક્ટ રીતે કરવામાં આવ્યું હતું કે ફિલ્મે મોટા પડદા પર ઊંડી છાપ છોડી હતી. ‘બોડીગાર્ડ’નું તમિલ વર્ઝન પણ સિદ્દિકે જ ડિરેક્ટ કર્યું હતું, જેનું નામ ‘કાવલન’ હતું.સિદ્દીકી જેટલા સારા દિગ્દર્શક હતા તેટલા જ સારા અભિનેતા પણ હતા. 2022 માં, તે કેનકેમમ ફિલ્મમાં ખાસ ભૂમિકામાં જોવા મળ્યો હતો. નાના રોલમાં તેણે પોતાના અભિનયથી બધાનું ધ્યાન ખેંચ્યું હતું.

 

KBC 18 First Crorepati KBC 18 ને મળ્યો પ્રથમ કરોડપતિ વિજેતા, ૧ કરોડ જીતતા જ અમિતાભ બચ્ચને આપી ‘જાદુ કી ઝપ્પી’
Smriti Irani DPIFF 2026 ‘તુલસી’ બનીને ફરી છવાયા સ્મૃતિ ઈરાની, જીત્યો બેસ્ટ ટીવી એક્ટ્રેસનો એવોર્ડ
Sonu Nigam Flight Video હવામાં ગૂંજ્યો સોનુ નિગમનો અવાજ રાયપુરમુંબઈ ફ્લાઇટ માં મુસાફરોએ ગીત ગાયું તો ગાયકે પણ આપ્યું સરપ્રાઇઝ
AICWA Demands Extra Security બોલિવૂડ સ્ટાર્સની સુરક્ષા મુદ્દે મોટી હલચલ, અમિતાભ બચ્ચન અને સૈફ અલી ખાનને કડક સુરક્ષા આપવા AICWA ની CM ફડણવીસને અપીલ
Exit mobile version