ફિલ્મ ‘ગાંધી ગોડસે એક યુદ્ધ’નું મોશન પોસ્ટર થયું રિલીઝ, કિંગ ખાનની ફિલ્મને આપશે ટક્કર

રાજકુમાર સંતોષી આ ફિલ્મથી 9 વર્ષ બાદ દિગ્દર્શનમાં વાપસી કરી રહ્યા છે. અનેક ફિલ્મોનું દિગ્દર્શન કરી ચૂકેલી સંતોષીની આ ફિલ્મ એક અલગ મુદ્દા પર આધારિત છે.

by Dr. Mayur Parikh
film gandhi godse ek yudh motion poster release movie compete with shah rukh khan film pathaan

 News Continuous Bureau | Mumbai

શાહરૂખ ખાન, દીપિકા પાદુકોણ અને જ્હોન અબ્રાહમની ( film  ) ફિલ્મ ‘પઠાણ’  ( shah rukh khan film pathaan ) પણ 2023માં રિલીઝ થવાની છે. જાન્યુઆરીમાં આવી રહેલી ફિલ્મોમાંથી એક રાજકુમાર સંતોષીની ફિલ્મ ‘ગાંધી ગોડસે એક યુદ્ધ’  ( gandhi godse ek yudh ) છે. જે ગણતંત્ર દિવસના અવસરે સિનેમાઘરોમાં રિલીઝ થશે. ટાઈટલ ટીઝર બાદ હવે ફિલ્મનું મોશન પોસ્ટર ( motion poster ) રિલીઝ ( release  ) કરવામાં આવ્યું છે. રાજકુમાર સંતોષી ગાંધી ગોડસે સાથે નવ વર્ષ પછી દિગ્દર્શનમાં પાછા ફરી રહ્યા છે.

ફિલ્મ નું મોશન પોસ્ટર થયું રિલીઝ

આ ફિલ્મની સત્તાવાર જાહેરાત 15 ડિસેમ્બરે કરવામાં આવી હતી. જે બાદ આ ફિલ્મનું મોશન પોસ્ટર 27 ડિસેમ્બર, મંગળવારે રિલીઝ કરવામાં આવ્યું છે. મોશન પોસ્ટરમાં મહાત્મા ગાંધી અને નાથુરામ ગોડસેના પાત્રોને સામસામે બતાવવામાં આવ્યા છે. આ ફિલ્મમાં દીપક અંતાણી મહાત્મા ગાંધીની ભૂમિકામાં છે અને ચિન્મય માંડલેકર નાથુરામ ગોડસેના રોલમાં જોવા મળશે. અસગર વજાહતે ફિલ્મની વાર્તા લખી છે, જેના પર સંતોષીએ પટકથા તૈયાર કરી છે. ફિલ્મમાં મહાત્મા ગાંધી અને ગોડસે વચ્ચેના વૈચારિક મતભેદોને વાર્તાનો આધાર બનાવવામાં આવ્યો છે.

આ સમાચાર પણ વાંચો:  Mumbai News : વિશ્વમાં કોરોનાના કેસ વધતાં પાલિકા થઇ સતર્ક, જાહેર કરી ખાસ માર્ગદર્શિકા.. જાણો…

 શાહરુખ ખાન ની ફિલ્મ પઠાણ સાથે થશે ટક્કર

ફિલ્મ ‘ગાંધી ગોડસે એક યુદ્ધ’ 26 જાન્યુઆરીએ ગણતંત્ર દિવસના અવસરે સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે. બોક્સ ઓફિસ પર ‘ગાંધી ગોડસે એક યુદ્ધ’નો મુકાબલો શાહરૂખ ખાનની ફિલ્મ ‘પઠાણ’ સાથે થશે. ‘પઠાણ’ 25 જાન્યુઆરીએ રિલીઝ થશે. પઠાણ સિદ્ધાર્થ આનંદ દ્વારા નિર્દેશિત એક જાસૂસી થ્રિલર ફિલ્મ છે. આ ફિલ્મમાં દીપિકા પાદુકોણ અને જોન અબ્રાહમ લીડ રોલમાં છે.

 

Join Our WhatsApp Community

You may also like

Leave a Comment