News Continuous Bureau | Mumbai
જાહ્નવી કપૂરના પિતા બોની કપૂર (Boney Kapoor) સાથે ક્રેડિટ કાર્ડની છેતરપિંડી (Credit card fraud)થઈ છે.તેમની સાથે લગભગ 382000 રૂપિયાની છેતરપિંડી થઈ છે.બોની કપૂરે પોલીસમાં ફરિયાદ(police case) નોંધાવી છે અને હવે પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.બોની કપૂરને આ છેતરપિંડીની જાણ ત્યારે થઈ જ્યારે 30 માર્ચે બેંકે તેને ક્રેડિટ કાર્ડ બિલ પેમેન્ટ માટે બોલાવ્યો હતો.
ફિલ્મ પ્રોડ્યુસર બોની કપૂરે આ મામલે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.મુંબઈ પોલીસના(Mumbai police) અધિકારીઓએ આ અંગે માહિતી આપી છે.પોલીસના જણાવ્યા અનુસાર બોનીના ક્રેડિટ કાર્ડથી (credit card)382000 રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી છે.આ ફરિયાદ બુધવારે અંબોલી પોલીસ સ્ટેશનમાં (Amboli police station)નોંધવામાં આવી છે.જ્યારબાદ આઈપીસી(IPC) અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી એક્ટ(IT act) હેઠળ મામલો નોંધાયેલ છે. ક્રેડિટ કાર્ડ દ્વારા 5 ઓનલાઈન ટ્રાન્ઝેક્શન 9 ફેબ્રુઆરીના રોજ કરવામાં આવ્યા હતા. આ છેતરપિંડી બોની કપૂરની વિગતો અને પાસવર્ડનો દુરુપયોગ કરીને કરવામાં આવી છે.આશ્ચર્યની વાત એ છે કે બોની કપૂરે પોતાના ક્રેડિટ કાર્ડની માહિતી કોઈને આપી નથી અને ન તો તેમને છેતરપિંડી સંબંધિત કોઈ ફોન કોલ આવ્યો છે. આવી સ્થિતિમાં હવે બોની કપૂરે આ સમગ્ર મામલાની માહિતી પોલીસને આપી છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે બોની કપૂરના ખાતામાંથી પૈસા ગુરુગ્રામની (Gurugram)એક કંપનીના ખાતામાં ગયા છે.
આ સમાચાર પણ વાંચો : પીએમ મોદીને લતા મંગેશકર એવોર્ડ સાથે મળેલા એક લાખ રૂપિયાની રોકડ ઇનામ નું કર્યું દાન, હવે આ ફંડમાં થશે જમા; જાણો વિગત
બોની કપૂર ભારતીય સિનેમાના (Indian cinema)લોકપ્રિય ફિલ્મ નિર્માતા છે. તે 'મિસ્ટર ઈન્ડિયા', 'નો એન્ટ્રી, જુદાઈ', 'વોન્ટેડ' જેવી સુપરહિટ ફિલ્મોના નિર્માતા રહી ચૂક્યા છે. તેણે હિન્દી સિનેમામાં ઘણા એવોર્ડ (Award win)જીત્યા છે.