News Continuous Bureau | Mumbai
કાશ્મીરી પંડિતોની વેદના દર્શાવતી વર્ષ 2022ની ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ને ( The Kashmir Files ) એક મોટી ઉપલબ્ધિ મળી છે. આ ફિલ્મને ઓસ્કાર 2023 માટે શોર્ટલિસ્ટ ( Oscars qualification list ) કરવામાં આવી છે. જ્યારે આ ફિલ્મ રિલીઝ થઈ ત્યારે તે ચર્ચામાં હતી. ફિલ્મનો ( Indian films ) વિરોધ પણ કરવામાં આવ્યો હતો. પરંતુ ઓછા બજેટની આ ફિલ્મે જબરદસ્ત કમાણી કરીને બધાને ચોંકાવી દીધા હતા.
ટે શોર્ટલિસ્ટ કરવામાં આવી છે. વિવેક અગ્નિહોત્રીએ પોતે ટ્વીટ કરીને આ સમાચાર આપ્યા છે. તે ભારત તરફથી ઓસ્કાર માટે મોકલવામાં આવેલી પાંચ ફિલ્મોમાંની એક છે. આ યાદીમાં ધ કાશ્મીર ફાઈલ્સ ની સાથે સાથે કાંતારા, આરઆરઆર, અને ગંગુબાઈ કાઠિયાવાડી પણ સામેલ છે. અત્રે જણાવવાનું કે ભારત તરફથી ઓફિશિયલ એન્ટ્રી ‘Chhello Show’ છે.
અગ્નિહોત્રીએ ફિલ્મની ટીમ સાથે જોડાયેલા દરેકનો આભાર માન્યો હતો. એટલું જ નહીં, ધ કાશ્મીર ફાઇલ્સના કલાકારો પલ્લવી જોશી, મિથુન ચક્રવર્તી, દર્શન કુમાર અને અનુપમ ખેરને પણ શ્રેષ્ઠ અભિનેતાની યાદીમાં શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા છે.
આ સમાચાર પણ વાંચો: સલમાન ખાન પર ફરી ભડકી એક્સ ગર્લફ્રેન્ડ સોમી અલી, ભાઈજાન પર મારપીટનો આરોપ લગાવ્યા બાદ કરી આ માંગણી
ઉલ્લેખનીય છે કે આ ફિલ્મ ધ કાશ્મીર ફાઇલ્સ 11 માર્ચ 2022ના રોજ રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં 1990માં કાશ્મીર ઘાટીમાં કાશ્મીરી પંડિતો પર થયેલા અત્યાચારની વાર્તા દર્શાવવામાં આવી છે કાશ્મીર ફાઈલ્સ એક પ્રોપેગન્ડા ફિલ્મ હોવાથી તેની ટીકા કરવામાં આવી હતી.
Join Our WhatsApp Community