Site icon News Continuous Bureau | Mumbai

G Marimuthu death:ડબિંગ દરમિયાન ‘જેલર’ ફેમ આ અભિનેતા નું થયું નિધન, 58 વર્ષ ની ઉંમરે લીધા અંતિમ શ્વાસ

G Marimuthu death: 'જેલર' ફેમ એક્ટર જી મારીમુથુનું નિધન થયું છે. ટીવી શો માટે ડબિંગ કરતી વખતે તેમનું મૃત્યુ થયું હતું. મૃત્યુનું કારણ હાર્ટ એટેક જણાવવામાં આવી રહ્યું છે.

G Marimuthu death: jailer actor passes away due to heart attack while dubbing

G Marimuthu death:ડબિંગ દરમિયાન ‘જેલર’ ફેમ આ અભિનેતા નું થયું નિધન, 58 વર્ષ ની ઉંમરે લીધા અંતિમ શ્વાસ

News Continuous Bureau | Mumbai 

G Marimuthu death: લોકપ્રિય તમિલ અભિનેતા અને દિગ્દર્શક જી મારીમુથુનું ગઈકાલે 58 વર્ષની વયે નિધન થયું છે. સવારે લગભગ 8.30 વાગે તે ટીવી શો ‘ઈતિર નીચલ’ માટે ડબિંગ કરવા ગયો હતો. આ દરમિયાન તે પડી ગયો હતો. તેને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો, જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવ્યો. મારીમુથુ યુટ્યુબ સેન્સેશન હતો અને છેલ્લે રજનીકાંતની ‘જેલર’ અને ‘રેડ સેન્ડલ વુડ’માં મોટા પડદા પર જોવા મળ્યો હતો. તેના આકસ્મિક અવસાનથી સૌ કોઈને આઘાત લાગ્યો હતો. તેના પરિવારમાં તેમની પત્ની બૈકિયાલક્ષ્મી અને અકિલાન અને ઇશ્વર્યા નામના બે બાળકો છે.

Join Our WhatsApp Channel

 

ડબિંગ દરમિયાન આવ્યો હાર્ટ એટેક 

જી મારીમુથુ ખુલ્લેઆમ પોતાના મંતવ્યો વ્યક્ત કરવા માટે જાણીતા હતા, જેના કારણે સોશિયલ મીડિયા પર ઘણી વાર ચર્ચાઓ થતી હતી. તાજેતરમાં તેણે ‘જેલર’માં વિલનના આસિસ્ટન્ટનો રોલ કર્યો હતો. 8 સપ્ટેમ્બરના રોજ, તે તેના સાથીદાર કમલેશ સાથે ટીવી શો ‘ઇથિર નીચલ’ માટે ડબિંગ કરી રહ્યો હતો. આ ડબિંગ ચેન્નાઈના એક ડબિંગ સ્ટુડિયોમાં હતું. ડબિંગ કરતી વખતે તે બેહોશ થઈ ગયો. જ્યારે તેને ચેન્નાઈની ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો ત્યારે ત્યાં તેને મૃત જાહેર કરવામાં આવ્યો. તબીબોએ કહ્યું કે તેનું મૃત્યુ થઈ ચૂક્યું છે. તબીબોએ મૃત્યુનું કારણ હાર્ટ એટેક ગણાવ્યું છે.

 

જી મારીમુથુ ની કારકિર્દી 

જી મારીમુથુ  ‘તમિલ રોકર્ઝ’, ‘વાદા ચેન્નઈ’, ‘જેલર’, ‘રેડ સેન્ડલ વૂડ’ જેવી મોટી ફિલ્મોમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવવા માટે જાણીતા છે. તેણે આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે પોતાની સફર શરૂ કરી. તે પહેલીવાર 1999માં અજીતની ફિલ્મ ‘વાલી’માં જોવા મળ્યો હતો.

આ સમાચાર પણ વાંચો  : Jawan box office collection: શાહરુખ ખાન ની ‘જવાન’ એ રચ્યો ઇતિહાસ,કમાણીના મામલે તોડ્યો પઠાણ નો રેકોર્ડ, જાણો કેટલું થયું કલેક્શન

KBC 18 First Crorepati KBC 18 ને મળ્યો પ્રથમ કરોડપતિ વિજેતા, ૧ કરોડ જીતતા જ અમિતાભ બચ્ચને આપી ‘જાદુ કી ઝપ્પી’
Smriti Irani DPIFF 2026 ‘તુલસી’ બનીને ફરી છવાયા સ્મૃતિ ઈરાની, જીત્યો બેસ્ટ ટીવી એક્ટ્રેસનો એવોર્ડ
Sonu Nigam Flight Video હવામાં ગૂંજ્યો સોનુ નિગમનો અવાજ રાયપુરમુંબઈ ફ્લાઇટ માં મુસાફરોએ ગીત ગાયું તો ગાયકે પણ આપ્યું સરપ્રાઇઝ
AICWA Demands Extra Security બોલિવૂડ સ્ટાર્સની સુરક્ષા મુદ્દે મોટી હલચલ, અમિતાભ બચ્ચન અને સૈફ અલી ખાનને કડક સુરક્ષા આપવા AICWA ની CM ફડણવીસને અપીલ
Exit mobile version