News Continuous Bureau | Mumbai
એસએસ રાજામૌલી ની ફિલ્મ ‘RRR’ આ દિવસોમાં આખી દુનિયા પર છવાયેલી છે. તાજેતરમાં એમએમ કિરવાની ( music composer mm keeravani ) એ આ ફિલ્મના ગીત ‘નાટુ નાટુ’ માટે ગોલ્ડન ગ્લોબ એવોર્ડ જીતીને ( golden globe award winner ) ઈતિહાસ રચ્યો હતો. દરમિયાન, કિરવાની એ વધુ એક પ્રતિષ્ઠિત એવોર્ડ ( music core award ) મેળવીને દેશનું નામ રોશન કર્યું છે.
એમ એમ કિરવાની ને મળ્યો આ એવોર્ડ
અમેરિકામાં, એમએમ કિરવાની દ્વારા રચિત ગીતને લોસ એન્જલસ ફિલ્મ વિવેચકો દ્વારા શ્રેષ્ઠ સંગીત કોર નો ( lafca 2023 ) એવોર્ડ આપવામાં આવ્યો છે. સોંગ કંપોઝર કિરવાની એવોર્ડ પછી ખુશ થઈ ગયો હતો અને તેના પર વિશ્વાસ કરવા અને તેને પુરી છૂટ આપવા બદલ RRR ના નિર્દેશક નો આભાર માન્યો હતો. ‘નાટુ નાટુ’ ને મળેલા આ સન્માનની માહિતી RRR ના જ ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી આપવામાં આવી છે. આ પોસ્ટ બાદ લોકો આનંદથી ઉછળી પડ્યા હતા. RRR ની ટીમે Instagram પર લખ્યું, “અમારા સંગીતકાર એમએમ કિરવાની ને શ્રેષ્ઠ સંગીત/સ્કોર નો એવોર્ડ જીતવા બદલ અભિનંદન. આ પોસ્ટ બાદ લોકોની પ્રતિક્રિયાઓ પણ આવવા લાગી છે. લોકો સંગીતકાર અને ફિલ્મની આખી ટીમને અભિનંદન આપી રહ્યા છે.
View this post on Instagram
આ સમાચાર પણ વાંચો: UNએ હાફિઝ સઈદના સંબંધી અબ્દુલ રહેમાન મક્કીને વૈશ્વિક આતંકવાદી જાહેર કર્યો, ભારતને સફળતા મળી
RRR એ બે તેલુગુ સ્વાતંત્ર્ય સેનાનીઓ, અલ્લુરી સીતારામ રાજુ અને કોમારામ ભીમના જીવન પર આધારિત કાલ્પનિક વાર્તા છે. ફિલ્મમાં રામ ચરણ અને જુનિયર એનટીઆર મુખ્ય ભૂમિકામાં હતા. ફિલ્મે દેશની સાથે વિદેશમાં પણ સારો બિઝનેસ કર્યો હતો. માહિતી અનુસાર, આ ફિલ્મે વિશ્વભરમાં 1,200 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી હતી. આ ફિલ્મમાં આલિયા ભટ્ટ, અજય દેવગન અને શ્રિયા સરન પણ હતાં.
Join Our WhatsApp Community