Site icon News Continuous Bureau | Mumbai

Golmaal 5 Update: તૈયાર થઈ જાઓ! ગોલમાલ 5 માં થવાની છે આ બે દિગ્ગજોની એન્ટ્રી, રોહિત શેટ્ટીએ પહેલીવાર મહિલા વિલન પર લગાવ્યો દાવ

Golmaal 5 Update: રોહિત શેટ્ટીની કોમેડી ફિલ્મમાં આ વખતે ફેન્ટેસીનો તડકો; અજય દેવગણ સહિત આખી ટીમ મચાવશે ધૂમ, જાણો કોણ હશે નવા કલાકારો.

Golmaal 5 Update: Rohit Shetty introduces a female villain for the first time; Sharman Joshi returns to the Golmaal gang

Golmaal 5 Update: Rohit Shetty introduces a female villain for the first time; Sharman Joshi returns to the Golmaal gang

News Continuous Bureau | Mumbai

Golmaal 5 Update: બોલિવૂડની સૌથી લોકપ્રિય કોમેડી સિરીઝ ‘ગોલમાલ’ ના પાંચમા ભાગની સત્તાવાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. દિગ્દર્શક રોહિત શેટ્ટી આ વખતે ફિલ્મને બિલકુલ નવા ફ્લેવર સાથે રજૂ કરવા જઈ રહ્યા છે. અત્યાર સુધી ‘ગોલમાલ’ માત્ર કોમેડી અને કન્ફ્યુઝન માટે જાણીતી હતી, પરંતુ ‘ગોલમાલ 5’ માં પહેલીવાર ફેન્ટેસી  તત્વો ઉમેરવામાં આવશે. સૌથી મોટો ટ્વિસ્ટ એ છે કે આ વખતે ફિલ્મમાં મુખ્ય વિલન તરીકે કોઈ પુરુષ નહીં પણ એક મહિલા વિલન જોવા મળશે. આ રોલ માટે હજુ કોઈ અભિનેત્રીનું નામ ફાઈનલ થયું નથી, પરંતુ તે બોલિવૂડનો મોટો ચહેરો હશે તે નક્કી છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Drishyam 3 Update: વિજય સાલગાંવકરને પકડવા માટે હવે અક્ષય ખન્ના નહીં? દ્રશ્યમ 3 માં ડાયરેક્ટરે કર્યો એવો ફેરફાર કે અજય દેવગન પણ ચોંકી ગયો!

શરમન જોશીની ૧૯ વર્ષ બાદ વાપસી

ગોલમાલના પ્રથમ ભાગ (ગોલમાલ: ફન અનલિમિટેડ) માં મહત્વનો રોલ ભજવનાર શરમન જોશી લાંબા સમય બાદ આ ગેંગમાં પાછા ફરી રહ્યા છે. અજય દેવગણ (ગોપાલ), અર્શદ વારસી (માધવ), તુષાર કપૂર (લકી), શ્રેયસ તલપડે અને કુણાલ ખેમુની ટોળી ફરી એકવાર પ્રેક્ષકોને હસાવવા માટે તૈયાર છે. શરમન જોશીની એન્ટ્રીથી ચાહકોમાં ભારે ખુશી જોવા મળી રહી છે.: ફિલ્મમાં માત્ર મુખ્ય કલાકારો જ નહીં, પરંતુ જોની લીવર, સંજય મિશ્રા, મુકેશ તિવારી અને અશ્વિની કાલસેકર જેવા અનુભવી કલાકારો પણ પોતપોતાના આઇકોનિક અંદાજમાં નજરે પડશે. રોહિત શેટ્ટીએ આ વખતે સ્ક્રિપ્ટમાં એક ગેંગસ્ટર ટાઈપ કોમિક પાત્ર પણ રાખ્યું છે જે મનોરંજનમાં ચાર ચાંદ લગાવશે.


વર્ષ ૨૦૦૬માં શરૂ થયેલી આ ફ્રેન્ચાઈઝીની અત્યાર સુધીની ચારેય ફિલ્મો બોક્સ ઓફિસ પર બ્લોકબસ્ટર સાબિત થઈ છે. ‘ગોલમાલ અગેન’ માં હોરર કોમેડીનો પ્રયોગ સફળ થયા બાદ, હવે ‘ગોલમાલ 5’ માં ફેન્ટેસી અને મહિલા વિલનનો નવો પ્રયોગ રોહિત શેટ્ટી માટે કેટલો સફળ રહે છે તે જોવું રસપ્રદ રહેશે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Twinkle Khanna Roasts Akshay Kumar Anup Jalota ‘ખુદને અનુપ જલોટા સમજે છે…’, ટ્વિંકલ ખન્નાએ અક્ષય કુમારની આદતોની ફરિયાદ કરતાં લોકો હસીને લોટપોટ!
Bigg Boss 20 OTT Watch Time Record સલમાન ખાનના ‘બિગ બોસ ૨૦’નો ૬૦ દિવસથી ઓછા સમયમાં મોટો કમાલ, OTT પર ૧૦૦ કરોડ કલાકના વોચ ટાઈમનો રચ્યો મહારેકોર્ડ
Dhadkan 2 ૨૬ વર્ષ બાદ બનશે ‘ધડકન ૨’? અક્ષયશિલ્પા બહાર, પણ સુનીલ શેટ્ટીનો થશે કેમિયો!
Centre Strict Pakistani Web Series Netflix ભારતમાં પાકિસ્તાની વેબ સિરીઝની રિલીઝ પર સરકાર કડક, ‘જો બચે હૈં સંગ સમેટ લો’ને લઈને નેટફ્લિક્સને નિર્દેશ
Exit mobile version