હેપ્પી બર્થડે ધર્મન્દ્ર. અભિનેતાએ પોતાનો ૮૬મો જન્મદિવસ મનાવ્યો. જાણો અહીં તેમને કારકિર્દી

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ. 10 ડિસેમ્બર 2021

શુક્રવાર.

ધર્મેન્દ્રએ અત્યાર સુધીની તેમની કારકિર્દીમાં ૧૦૦ ફિલ્મો કરી છે,તેઓ બોલીવૂડમાં હી-મેન તરીકે લોકપ્રિય છે.  પરંતુ તેમને એક પણ એવોર્ડ મેળવ્યો નથી. પોતાની પ્રથમ ફિલ્મ માટે તેમણે ૫૧ રૂપિયા મહેનતાણું લીધું હતું.આજે તેો ૫૦૦ કરોડની પ્રોપર્ટીના માલિક છે.ર્ તેમના અંગત જીવનની વાતકરીએ તો તેમણે બે લગ્ન કર્યા છે.પ્રથમ પત્ની પ્રકાશ કૌર અને બીજી પત્ની પીઢ અભિનેત્રી હેમા માલિની છે.પીઢ અભિનેતા ધર્મેન્દ્રએ ૮ ડિસેમ્બરના રોજ ૮૬મો જન્મદિવસ મનાવ્યો હતો.તેમનો જન્મ ૮ ડિસેમ્બરના ૧૯૩૫માં લુધિયાનામાં નસરાલી ગામમાં થયો હતો. સાલ ૨૦૧૨માં તેમને પદ્મભૂષણ એવોર્ડથી સમ્માનિત કરવામાં આવ્યા હતા. હાલ તેો પોતાના પરિવારથી દૂર લોનાવલાના પોતાના ફાર્મહાઉસમાં એક ખેડૂતનું જીવન પસાર કરી રહ્યા છે. કુદરતી સાંનિધ્યમાં તેઓ પોતાની જીવનશૈલીથી  વૃદ્ધાવસ્થાનો આનંદ માણી રહ્યા છે. ધર્મેન્દ્રને નાનપણથી જ ફિલ્મો જાેવાનો શોખ હતો. તે પોતાના ગામથી શહેરોમાં માઇલો ચાલીને ફિલ્મો જાેવા જતા હતા. તેઓ અભિનેત્રી સુરૈયાની ફિલ્મ દિલ્લગીથી એટલા બધા પ્રભાવિત થયા હતા કે તેમણે તે જાેઇને જ ફિલ્મોમાં કારકિર્દી બનાવાનો ર્નિણય લઇ લીધો હતો. તેમણે એ ફિલ્મ ૪૦ વખત જાેઇ હતી. ૧૯ વરસની વયે તેઓ મુંબઇ આવી ગયા હતા અને તેમના સંઘર્ષના દિવસોની શરૂઆત થઇ  હતી.

આ છે 'જીજા જી' વિકી કૌશલ ની 6 સાળીઓ , કોઈ સ્કોલર છે તો કોઈ છે ફેશન ફોટોગ્રાફર; જુઓ તસવીરો

 

Join Our WhatsApp Community

You may also like

Leave a Comment