News Continuous Bureau | Mumbai
27 વર્ષ બાદ ભારતમાં ‘મિસ વર્લ્ડ 2023’ સ્પર્ધા યોજાવા જઈ રહી છે. જો બધુ યોજના મુજબ ચાલ્યું તો આ ઇવેન્ટ નવેમ્બરમાં યોજાશે અને તે આ આંતરરાષ્ટ્રીય સ્પર્ધાની 71મી આવૃત્તિ હશે. તમને જણાવી દઈએ કે ભારતે આ પહેલા 1996માં આ આંતરરાષ્ટ્રીય સ્પર્ધાનું આયોજન કર્યું હતું. જો કે, ભારત પાસે તે વર્ષે આ સ્પર્ધા સાથે જોડાયેલી કેટલીક સુખદ યાદો નથી કારણ કે આ સ્પર્ધાને લઈને દેશમાં ઘણો વિરોધ થયો હતો.આ સ્પર્ધાના પગલે બોલિવૂડના શહેનશાહ અમિતાભ બચ્ચન ‘દેવળીયા’ થઈ ગયા હતા, કારણ કે અમિતાભ બચ્ચનની કંપની ‘અમિતાભ બચ્ચન કોર્પોરેશન લિમિટેડ’એ આ ઇવેન્ટ હાથ માં લીધો હતો, પરંતુ લોકોના વિરોધને કારણે કંપનીને ભારે નુકસાન થયું હતું.
મિસ વર્લ્ડ ને કારણે દેવાળિયા થયા અમિતાભ બચ્ચન
વર્ષ 1995માં તેમણે પોતાની કંપની ABCL એટલે કે અભિતાભ બચ્ચન કોર્પોરેશન લિમિટેડની શરૂઆત કરી. આ કંપનીએ 1996માં મિસ વર્લ્ડ જેવી મેગા ઈવેન્ટનું આયોજન કર્યું હતું, જેમાં વિજય માલ્યાને જજ બનાવવામાં આવ્યા હતા. સનસિટી બહારના દેશમાં મિસ વર્લ્ડ જેવી ઈવેન્ટનું આયોજન પહેલીવાર થયું હતું.મિસ વર્લ્ડ પછી જ કંપનીની નાદારીની સફર શરૂ થઈ ગઈ હતી.એબીસીએલ દ્વારા બેંગ્લોરમાં ‘ગાલા મિસ વર્લ્ડ શો’નું આયોજન કરવામાં આવ્યું હતું પરંતુ તમામ વિરોધને કારણે ઈવેન્ટ ખરાબ રીતે ધરાશાહી થઈ ગઈ હતી. રિપોર્ટ મુજબ ઈવેન્ટની ટિકિટો વેચાઈ ન હતી અને પરિસ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ હતી કે કંપની પોતાના કર્મચારીઓ અને આ શોમાં સામેલ લોકોને પૈસા આપી શકતી ન હતી, અમિતાભનું રોમ-રોમ દેવામાં ડૂબી ગયું હતું અને તે ખરાબ રીતે આર્થિક સંકટ માં ફસાઈ ગયા હતા..તે સમયે સ્થિતિ એવી હતી કે અમિતાભ બચ્ચનના ઘરે કરજદારો ની લાઈનો લાગી હતી, જેમાંથી કેટલાક તેમને ગાળો આપતા અથવા ધમકી આપતા હતા.
યશ ચોપરા અને કેબીસી એ કરી મદદ
તે સમયે તેમના પર 90 કરોડથી વધુનું દેવું હતું, અમિતાભને કામ નહોતું મળતું. ત્યારે યશ ચોપરાની સુપરહિટ ફિલ્મ ‘મોહબ્બતેં’ અમિતાભના હાથમાં આવી હતી, જેણે ખૂબ કમાણી કરી હતી. જેણે અમિતાભને આર્થિક મદદ કરી હતી, પરંતુ આ કમાણી પણ અમિતાભનું દેવું ઘટાડી શકી નથી. ત્યારબાદ 2000 માં, સ્ટાર પ્લસે તેમના નવા પ્રોજેક્ટ માટે અમિતાભ બચ્ચનનો સંપર્ક કર્યો. ત્યારે તેને પોતે પણ અંદાજ ન હતો કે આ શો આટલો લોકપ્રિય થશે. અમિતાભે કહ્યું હતું કે, “હું ‘KBC’ના યોગદાનની અવગણના કરી શકતો નથી. તે મારી પાસે એવા સમયે આવ્યો જ્યારે મને તેની સૌથી વધુ જરૂર હતી. તે એક બૂસ્ટર શોટ જેવું હતું. પછી તે અંગત રીતે હોય કે વ્યવસાયિક રીતે, બંને માટે તે ઉત્પ્રેરક રહ્યું છે. મારા પર વિશ્વાસ કરો, તેણે મારા બધા લેણાં ચૂકવવામાં મને ઘણી મદદ કરી છે. આ એક એવી લોન છે જે હું ક્યારેય ભૂલીશ નહીં.”
આ સમાચાર પણ વાંચો: અમિતાભ બચ્ચને બે વાર ખરીદ્યો હતો તેમનો બંગલો ‘જલસા’, જાણો કયા નિર્માતા પાસેથી બિગ બીએ ખરીદ્યું તેમના સપનાનું ઘર