News Continuous Bureau | Mumbai
ગયા મહિને અભિનેત્રી આલિયા ભટ્ટે અચાનક પોતાની પ્રેગ્નન્સીની(Alia Bhatt Pregnancy) જાહેરાત કરીને બધાને ચોંકાવી દીધા હતા. લગ્નના માત્ર બે મહિના બાદ જ તેણી ગર્ભવતી હોવાની વાત લોકોમાં ગળે ઉતરતી ન હતી. આલિયા અને તેના પતિ રણબીર કપૂરને આ અંગે સોશિયલ મીડિયા પર ટ્રોલ(social media trolled) કરવામાં આવ્યા હતા. આલિયાની પોસ્ટ પર ટિપ્પણી કરનારા મોટાભાગના સોશિયલ મીડિયા વપરાશકર્તાઓએ દાવો કર્યો હતો કે તે રણબીર અને તેની આગામી ફિલ્મ 'બ્રહ્માસ્ત્ર’(Brahmastra)માટે માત્ર એક પબ્લિસિટી સ્ટંટ (Publicity stunt)હતો. હવે એક વાતચીતમાં રણબીરે પોતે જ આ ટ્રોલર્સને જવાબ આપ્યો અને બધાને આલિયાની પ્રેગ્નન્સીની સત્યતા જણાવી.
પોતાની આગામી ફિલ્મ 'શમશેરા'ના પ્રમોશનમાં (Shmshera promotion)વ્યસ્ત રણબીર કપૂરે એક અંગ્રેજી ન્યૂઝ વેબસાઈટ સાથેની વાતચીતમાં કહ્યું, "આલિયા અને મેં, એક પરિણીત કપલ તરીકે, વિશ્વને તેના વિશે જણાવવું યોગ્ય રહેશે. કારણ કે અમે વિચાર્યું કે સાચો સમય હતો. અમે ફક્ત અમારી ખુશી અને સમાચાર દુનિયા સાથે શેર કરવા માગતા હતા. આ સિવાય અમારો બીજો કોઈ ઈરાદો નહોતો."જ્યારે રણબીરને પૂછવામાં આવ્યું કે શું તેની પ્રેગ્નન્સીના સમાચારે તેને સોશિયલ મીડિયામાં જોડાવાની ફરજ તો નથી પાડી? જવાબમાં તેણે કહ્યું, "ના, જબરદસ્તી નથી. હું મારા જીવનમાં જ્યાં છું ત્યાં ખુશ છું. મારું સ્ટેન્ડ હજુ પણ એવું જ છે જે છેલ્લા કેટલાક વર્ષોમાં હતું." નોંધપાત્ર વાત એ છે કે રણબીર કપૂર કોઈપણ સોશિયલ મીડિયા એકાઉન્ટ પર(Ranbir kapoor social media) નથી. તેઓ આ પ્લેટફોર્મથી અંતર રાખે છે.
આ સમાચાર પણ વાંચો : બાળક ના આગમન પહેલા રણબીર કપૂરે ટીવી ની આદર્શ માતા અનુપમા પાસેથી લીધી આ ખાસ તાલીમ-જુઓ આ વાયરલ વિડીયો
14 એપ્રિલ 2022 ના રોજ લગ્નના બે મહિના પછી, આલિયા ભટ્ટે 27 જૂને તેની ગર્ભાવસ્થાની જાહેરાત કરી. સોશિયલ મીડિયા પર બે તસવીરો શેર કરીને તેણે તેના ચાહકોને કહ્યું કે તે માતા(mother) બનવા જઈ રહી છે. આલિયાની આ પોસ્ટ પર પ્રતિક્રિયા આપતા, ટ્રોલર્સે કહ્યું કે ઇતની જલ્દી તો પિઝા ભી ડિલિવરી નહીં હોતા' અને 'આ ફિલ્મનું પ્રમોશન(promotion) છે કે કંઈક બીજું' જેવી કોમેન્ટ કરી હતી.અયાન મુખર્જી દ્વારા નિર્દેશિત, 'બ્રહ્માસ્ત્ર '(Brahmastra) 9 સપ્ટેમ્બરના રોજ સિનેમાઘરોમાં આવશે. આ ફિલ્મમાં રણબીર કપૂર અને આલિયા ભટ્ટ ઉપરાંત અમિતાભ બચ્ચન, મૌની રોય અને નાગાર્જુન અક્કીનેની પણ મહત્વની ભૂમિકામાં છે. આ પહેલા 22 જુલાઈએ રણબીર કપૂરની બીજી ફિલ્મ 'શમશેરા' (Shamshera)રિલીઝ થવાની છે, જેનું નિર્દેશન કરણ મલ્હોત્રા દ્વારા કરવામાં આવ્યું છે.