News Continuous Bureau | Mumbai
બોલિવુડના ફેમસ ગીતકાર અને પટકથા લેખક જાવેદ અખ્તર પાકિસ્તાનમાં જઈને જે બોલી આવ્યા છે તેની હાલ આપણા દેશમાં ખૂબ જ ચર્ચા થઈ રહી છે. સોશિયલ મીડિયા પર તેમનો વીડિયો શેર કરવામાં આવ્યો છે.
હકીકતે ફેઝ ફેસ્ટિવલ 2023ના અવસર પર લાહોરમાં જાવેદ અખ્તરે એવું નિવેદન આપ્યું છે જે સાંભળ્યા બાદ તે ચર્ચાનો વિષય બન્યો છે. જાવેદ અખ્તરે કહ્યું કે, “આપણે એકબીજાને દોષ દેવાનું હવે બંધ કરીએ. એનાથી પ્રશ્નનો ઉકેલ નહીં આવે. જો ગરમ હૈ ફિઝા, વો કમ હોની ચાહિયે. હમ તો બમ્બૈયા લોગ હૈં. હમને દેખા વહાં કૈસે હમલા હુઆ થા. વો લોગ નોર્વે સે તો નહીં આયે થે, ના ઈજિપ્ત સે આયે થે. વો લોગ અભી ભી આપકે મુલ્ક મેં ઘૂમ રહે હૈં. તો યે શિકાયત અગર હિન્દુસ્તાની કે દિલ મેં હો તો આપકો બુરા નહીં માનના ચાહિયે.”
Another day another humiliation for pakistan..well said #javedakhtar pic.twitter.com/19eIpGDI9O
— Gaurav (@SportsFreakhu) February 21, 2023
આ સમાચાર પણ વાંચો : સોના ચાંદીની ચમક નરમ પડી, મુંબઈમાં ઘટીને આટલા થયા 24 કેરેટ સોનાના ભાવ, જુઓ લેટેસ્ટ રેટ
આ દરમિયાન તેમણે એ પણ ધ્યાન દોર્યું કે જે રીતે ભારતે પાકિસ્તાની દિગ્ગજોનું આયોજન કર્યું હતું તે રીતે ભારતીય કલાકારોનું પાકિસ્તાનમાં સ્વાગત કરવામાં આવ્યું નથી. “અમે નુસરત ફતેહ અલી ખાન અને મેહદી હસનના મોટા સમારોહનું આયોજન કર્યું હતું. તમે (પાકિસ્તાન) ક્યારેય લતા મંગેશકર માટે કોઈ કાર્યક્રમનું આયોજન કર્યું નથી”
પાકિસ્તાનમાં આપવામાં આવેલા આ નિવેદનથી જાવેદ અખ્તરના સોશિયલ મીડિયા પર છાયા છવાઈ ગયા છે. લોકોએ ગીતકારના નિવેદનના ખુબ વખાણ કર્યા છે.
Join Our WhatsApp Community