News Continuous Bureau | Mumbai
મંગળવારે, મુંબઈમાં શબાના આઝમીના પારિવારિક ઘર ‘જાનકી કુટીર’માં હોળી પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. પાર્ટીમાં તેમનો પરિવાર અને મિત્રો મસ્તી કરતા જોવા મળ્યા હતા. આ પાર્ટીમાં ફરહાન અખ્તર અને તેની પત્ની શિબાની દાંડેકર, મહિમા ચૌધરી, દિવ્યા દત્તા, તન્વી આઝમી, અલી ફઝલ અને રિચા ચઢ્ઢા હાજર રહ્યા હતા.
Holi celebrations at Janki Kutir . How I miss being there pic.twitter.com/SIQzIK6uon
— Azmi Shabana (@AzmiShabana) March 7, 2023
શબાના આઝમી એ શેર કર્યો વિડીયો
શબાના આઝમીએ ટ્વિટર પર પાર્ટીનો એક વીડિયો શેર કર્યો અને લખ્યું કે તે ઉજવણીનો ભાગ બનવાનું ચૂકી ગઈ. વિડિયોમાં તેના પતિ, પીઢ ગીતકાર જાવેદ અખ્તર અને ભાભી તન્વી આઝમીને દર્શાવવામાં આવ્યા છે, જેઓ ડાન્સ કરતા જોવા મળે છે.