Site icon News Continuous Bureau | Mumbai

Jaya bhattacharya: મરી પરવારી માનવતા,એક વ્યક્તિએ દોઢ મહિનાના ગલુડિયા સાથે કર્યું આવું ઘૃણાસ્પદ કૃત્ય, જયા ભટ્ટાચાર્ય ના વિડીયો એ મચાવી સોશિયલ મીડિયા પર ચકચાર

Jaya bhattacharya: જયા ભટ્ટાચાર્ય નો એક વિડીયો સોશિયલ મીડિયા પર ચર્ચા નો વિષય બન્યો છે. અભિનેત્રી એ વિડીયો દ્વારા નાના ગલૂડિયાં સાથે થયેલા ઘૃણાસ્પદ કૃત્ય ને લઈને ન્યાય ની માંગ કરી છે.

jaya bhattacharya rescues a raped puppy demands justice

jaya bhattacharya rescues a raped puppy demands justice

News Continuous Bureau | Mumbai

Jaya bhattacharya: જયા ભટ્ટાચાર્ય ટીવી અને બોલિવૂડ ની લોકપ્રિય અભિનેત્રી છે. હાલ જયા ભટ્ટાચાર્ય નો એક વિડીયો સોશિયલ મીડિયા પર ચર્ચા નો વિષય બન્યો છે. આ વિડીયો માં જયા એક નાના ગલૂડિયાં ને તેડી ને ઉભી છે અને તેની સાથે થયેલા ઘૃણાસ્પદ કૃત્ય ને લઈને ન્યાય ની માંગ કરી રહી છે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Baby john review: જો તમે પણ વરુણ ધવન ની ફિલ્મ બેબી જોન જોવા જવાનું વિચારી રહ્યા હોવ તો વાંચી લો મુવી નો રીવ્યુ

Jaya bhattacharya: જયા ભટ્ટાચાર્ય એ કરી ન્યાય ની માંગણી 

સોશિયલ મીડિયા પર જયા ભટ્ટાચાર્ય નો એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે જેમાં અભિનેત્રી એક નાના ગલૂડિયાં ને લઈને ઉભી છે અને કહી રહી છે કે, ‘આ ભારતીય જાતિનો કૂતરો અને છોકરો છે. તે છોકરો છે, ભાઈ, છોકરી નથી. જયા એ ગલૂડિયાં નું ડાયપર કાઢીને બતાવી ને કહે છે, ‘આ ભારતીય જાતિનો કૂતરો છે અને તેને જુઓ. તેનું શરીર હવે પહેલા કરતા સારું છે. તે ગમે તે હોય, તે જોવું ખૂબ જ પીડાદાયક હતું. તેના આંતરિક અવયવો સંપૂર્ણ રીતે સૂજી ગયા છે. તે સુસુ પૉટી જાય ત્યારે ખુબ રડે છે, આખી રાત ઉંઘ્યો નહીં અને રડી રડી ને પરેશાન થઇ ગયો. તેને આટલી બધી તકલીફ આપી છે.’


પોતાની વાત ને આગળ વધારતા જયા કહી રહી છે કે, ‘હમણાં માટે તેને મુક્ત કરવામાં આવ્યો છે. તમે જ કહો કે આવા લોકો સમાજ માટે કેટલા જોખમી છે. જે લોકો બાળકો અને પ્રાણીઓ પર બળાત્કાર કરે છે તે સમાજ માટે ખૂબ જ ખતરનાક છે. જો તેમને રોકવામાં નહીં આવે તો શું તેમનું મનોબળ વધુ નહીં વધે? શું તેઓ બીજા પર પણ બળાત્કાર કરવાનો પ્રયાસ નહીં કરે? તો શું તેમને મુક્ત કરવા જોઈએ?’ જયા ના આ વિડીયો પર લોકો ખુબ કોમેન્ટ કરી રહ્યા છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

KBC 18 First Crorepati KBC 18 ને મળ્યો પ્રથમ કરોડપતિ વિજેતા, ૧ કરોડ જીતતા જ અમિતાભ બચ્ચને આપી ‘જાદુ કી ઝપ્પી’
Smriti Irani DPIFF 2026 ‘તુલસી’ બનીને ફરી છવાયા સ્મૃતિ ઈરાની, જીત્યો બેસ્ટ ટીવી એક્ટ્રેસનો એવોર્ડ
Sonu Nigam Flight Video હવામાં ગૂંજ્યો સોનુ નિગમનો અવાજ રાયપુરમુંબઈ ફ્લાઇટ માં મુસાફરોએ ગીત ગાયું તો ગાયકે પણ આપ્યું સરપ્રાઇઝ
AICWA Demands Extra Security બોલિવૂડ સ્ટાર્સની સુરક્ષા મુદ્દે મોટી હલચલ, અમિતાભ બચ્ચન અને સૈફ અલી ખાનને કડક સુરક્ષા આપવા AICWA ની CM ફડણવીસને અપીલ
Exit mobile version