News Continuous Bureau | Mumbai
કંગના હંમેશા પોતાના અભિપ્રાયને લઈને સ્પષ્ટ રહે છે. તાજેતરમાં, અભિનેત્રીએ એક લાંબી નોંધ લખી અને જણાવ્યું કે તેની પાછળ તેની પ્રેરણા કોણ છે. કંગનાએ તેની માતા નો ફોટો શેર કરીને જણાવ્યું કે કેવી રીતે તે હજુ પણ લાઇમલાઇટથી દૂર છે. ખેતરમાં કામ કરે છે. દરેકને પ્રેમથી મળે છે. લોકો ક્યારેક તેણીને લઇ ને ગેરસમજ કરે છે, પરંતુ તે ત્યારે પણ નમ્રતાથી વર્તે છે.
કંગનાની માતા ખેતી કરે છે
કંગના અવારનવાર તેના પરિવારના સભ્યોના ફોટા શેર કરતી રહે છે અને તેમના વિશે જણાવતી રહે છે. આ વખતે તેણે તેની માતા આશા રનૌતનો ફોટો શેર કર્યો છે, જેમાં તે ખેતરમાં કામ કરતી જોવા મળે છે. કંગનાએ લખ્યું- આ મારી માતા છે. તે દરરોજ 7-8 કલાક ખેતી કરે છે. લોકો ઘણી વાર ઘરે જઈ ને પૂછે છે કે અમારે કંગના ની માતા ને મળવું છે, તે નમ્રતાથી તેના હાથ ધોઈને તેને ચા આપે છે અને કહે છે, હું તેની માતા છું. ધન્ય છે મારી માતા અને તેનું પાત્ર!
કંગના એ શેર કરી પોસ્ટ
આ સાથે કંગનાએ તેની માતાનો બીજો ફોટો પોસ્ટ કર્યો, તેને સ્ટોરીમાં અપડેટ કર્યો અને લખ્યું- મારી માતા સંસ્કૃત ભાષાની સરકારી શિક્ષક રહી છે. બસ એક જ ફરિયાદ છે, ફિલ્મના સેટ પર આવવા માંગતી નથી. બહારનું ખાવાનું નહીં ખાવું,ફક્ત ઘરનું જ ખાવાનું ખાવાનું. મા મુંબઈમાં રહેવા નથી માગતી, પરદેશ જવા નથી માગતી. બળજબરી કરીએ તો ગુસ્સે થઇ જાય છે.. તેના ચરણોમાં રહીયે તો પણ કેવી રીતે રહીયે?આ સાથે કંગનાએ પોસ્ટમાં આગળ લખ્યું કે- કૃપા કરીને ધ્યાન રાખો કે મારી માતા મારા કારણે અમીર નથી. હું રાજકારણીઓ, નોકરદારો અને ઉદ્યોગપતિઓના પરિવારમાંથી આવું છું. માતા 25 વર્ષથી વધુ સમયથી શિક્ષક છે, લોકોએ સમજવું જોઈએ કે મારું વલણ ક્યાંથી આવે છે અને હું તેમના જેવા ખરાબ કામ અને લગ્ન માં ડાન્સ કેમ નથી કરી શકતી. જેઓ ઓછા પૈસામાં લગ્ન અને પાર્ટીઓમાં ડાન્સ કરી શકે છે. તેઓ ક્યારેય સમજી શકશે નહીં કે વાસ્તવિક પાત્ર શું છે.
Join Our WhatsApp Community