News Continuous Bureau | Mumbai
કંગના રનૌતને (Kangana Ranaut) બોલિવૂડની ક્વીન (bollywood queen) કહેવામાં આવે છે. એક્ટિંગની સાથે સાથે તે પોતાની બોલ્ડનેસ (boldness) માટે પણ ખૂબ ફેમસ છે. સ્પષ્ટ અભિપ્રાય ધરાવતી કંગના સોશિયલ મીડિયા (social media) પર પણ ઘણી એક્ટિવ રહે છે. દરરોજ તે તેના ફોટા અને વીડિયો શેર કરે છે અને તેના ચાહકોને ટ્રીટ આપે છે. 'ધાકડ' અભિનેત્રીએ હાલમાં જ કેટલીક ગ્લેમરસ તસવીરો પોસ્ટ કરી છે.
કંગના રનૌતે બ્લેક શિમર ડ્રેસમાં (black dress) કેટલીક તસવીરો પોસ્ટ કરી છે. જેમાં તે ખુબજ સુંદર લાગી રહી છે. તે શોર્ટ અને ડીપ નેક ડ્રેસમાં પોતાનું પરફેક્ટ ફિગર ફ્લોન્ટ કરતી જોવા મળે છે.
આ ડ્રેસની સાથે તેણે બ્લેક બૂટ (black shoes) પહેર્યા છે. મિનિમલ મેકઅપ અને ન્યૂડ લિપસ્ટિકમાં તે આખો લુક કમ્પ્લીટ કરતી જોવા મળે છે. લોકોની નજર તેના ફોટા પર અટકી રહી છે.
ગેંગસ્ટર (gangstar) મૂવીથી બોલિવૂડમાં એન્ટ્રી કરનાર કંગના રનૌત (Kangana Ranaut) આજે ટોચની અભિનેત્રીઓમાંની એક છે. દરેક વ્યક્તિ તેની સ્ટાઈલ અને લુકના પ્રેમમાં છે. જો કે, કેટલીકવાર તે તેની ઉતાવળના કારણે મુશ્કેલીમાં પણ આવી જાય છે.આ દિવસોમાં કંગના રનૌત લોકઅપ (Lock-upp) શોમાં તેના કેદીઓ નો ક્લાસ લેતી જોવા મળે છે. તેના શોને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે.આ સિવાય કંગના જલ્દી જ ફિલ્મ 'ધાકડ' (Dhakad) માં જોવા મળશે.
આ સમાચાર પણ વાંચો : અભિનેત્રીએ બ્લેક ફ્લોરલ ડ્રેસ માં ફ્લોન્ટ કર્યા તેના ટોન્ડ લેગ્સ, તસવીરો જોઈ ચાહકો થયા ઘાયલ; જુઓ ફોટોગ્રાફ્સ