ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 7 ડિસેમ્બર 2021
મંગળવાર
શેફાલી જરીવાલા 2002માં 'કાંટા લગા' ગીતથી રાતોરાત ચર્ચામાં આવી હતી. આ ગીતમાં શેફાલીની સ્ટાઈલ અને તેની સુંદરતાએ લોકો પર એવો જાદુ ચલાવ્યો હતો કે દરેક લોકો તેના દિવાના બની ગયા હતા. આ ગીતની સફળતા પછી લોકોને લાગતું હતું કે શેફાલી પ્રસિદ્ધિની ઊંચાઈએ પહોંચી જશે પરંતુ થયું બિલકુલ ઊલટું. તે કામ પરથી સંપૂર્ણપણે ગાયબ થઈ ગઈ હતી. શેફાલી જરીવાલાએ 19 વર્ષ પછી ખુલાસો કર્યો છે કે તેણે આટલા લાંબા સમય સુધી કામ કેમ ન કર્યું. કારણ એવું છે કે તમને બિલકુલ વિશ્વાસ નહીં થાય.
એક વેબસાઈટ સાથે વાત કરતા શેફાલી જરીવાલાએ પોતાના જીવનના એવા રહસ્યો વિશે જણાવ્યું જેના વિશે કોઈ જાણતું ન હતું. શેફાલીએ કહ્યું- 'મને 15 વર્ષની ઉંમરથી એપિલેપ્ટિક હુમલા થવા લાગ્યા હતા. તે સમયે મારા પર અભ્યાસમાં સારો દેખાવ કરવાનું દબાણ હતું. તાણ અને ચિંતાને કારણે મારી સાથે આવું બન્યું હતું. મને ક્લાસરૂમમાં, સ્ટેજની પાછળ અને ક્યારેક રસ્તા પર પણ આંચકી આવતી હતી.આ ગંભીર બીમારી વિશે વાત કરતાં શેફાલીએ કહ્યું કે, 'કાંટા લગા' પછી, મેં લાંબા સમય સુધી કામ કર્યું નહીં કારણ કે મને ખબર નહોતી કે હવે પછીનો હુમલો ક્યારે થશે. આ મારી સાથે 15 વર્ષ સુધી ચાલ્યું.શેફાલીએ કહ્યું કે ' 9 વર્ષ થઈ ગયા છે પરંતુ મને હુમલા નથી આવ્યા .
અંકિતા લોખંડે બોયફ્રેન્ડ સાથે લીધી મહારાષ્ટ્રના રાજ્યપાલની મુલાકાત, જાણો શું છે કારણ
શેફાલી જરીવાલા 'બિગ બોસ સીઝન 13'માં જોવા મળી છે. શેફાલીએ વાઈલ્ડ કાર્ડ સ્પર્ધક તરીકે શોમાં પ્રવેશ કર્યો હતો. જે પછી ધીમે-ધીમે તેણે શોમાં જગ્યા બનાવી લીધી. આ શોમાં શેફાલીના ગેમ પ્લાન અને તેના ડ્રેસિંગ સેન્સના ખૂબ વખાણ કરવામાં આવ્યા હતા. જોકે, થોડા દિવસો પછી તે ઘરમાંથી બેઘર થઈ ગઈ.શેફાલી જરીવાલાએ ટીવી એક્ટર પરાગ ત્યાગી સાથે લગ્ન કર્યા છે. બંનેએ લવ મેરેજ કર્યા હતા. ખાસ વાત એ છે કે 'બિગ બોસ 13'માં શેફાલીને ગેસ્ટ તરીકે સપોર્ટ કરવા માટે પરાગ પણ ઘરની અંદર આવ્યો હતો. આ બંને ઘણીવાર સોશિયલ મીડિયા પર એકબીજાની તસવીરો શેર કરતા હોય છે.