News Continuous Bureau | Mumbai
ફિલ્મો સિવાય બોલિવૂડ કલાકારો જાહેરાતોમાંથી પણ ઘણી કમાણી કરે છે. કપડાથી લઈને પગરખાં સુધી તમામ પ્રકારની જાહેરાતોથી(advertise) તેઓ પોતાના ખિસ્સા ભરી રહ્યા છે. શાહરૂખ, અજય દેવગન અને અક્ષય કુમાર જેવા ઘણા સ્ટાર્સે પાન-મસાલાની (pan masala ad)જાહેરાત કરીને પોતાની ઇમેજ ખરાબ કરી છે, જ્યારે કાર્તિક આર્યનએ પાન-મસાલાની જાહેરાતને ઠુકરાવી દીધી છે. મળતી માહિતી મુજબ, આ એડ માટે તેને કરોડો રૂપિયાની ઓફર કરવામાં આવી રહી હતી, પરંતુ અભિનેતાએ તેમ કરવાની ના પાડી દીધી છે. તેના આ પગલાની સર્વત્ર પ્રશંસા થઈ રહી છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કાર્તિક આર્યનએ ચાહકોના સ્વાસ્થ્ય(health) માટે આવી જાહેરાત કરવાની ના પાડી દીધી છે. આ માટે અભિનેતાને 9 કરોડ રૂપિયાની ઓફર (offer)કરવામાં આવી હતી. જો કે કાર્તિક આર્યનએ હજુ સુધી આ અંગે કોઈ ટિપ્પણી કરી નથી. એટલું જ નહીં સેન્સર બોર્ડના પૂર્વ અધ્યક્ષ પહલાજ નિગલાની એ પણ કાર્તિકના આ પગલાની પ્રશંસા કરી છે.જો કે આટલી મોટી રકમ મળ્યા પછી પણ કંઈપણ ના કહેવું એટલું સરળ નથી, પરંતુ કદાચ કાર્તિક આર્યનની(Kartik Aryan) પોતાની થિયરી છે. આજના નવા કલાકારોમાં આ બાબતો ભાગ્યે જ જોવા મળે છે. કાર્તિક પાન મસાલા એડને રિજેક્ટ કરીને યુથ આઇકોન(youth icon) બની ગયો છે.
આ સમાચાર પણ વાંચો : હંમેશામાં વિવાદોમાં રહેતા બૉલીવુડ એક્ટર KRKની થઇ ધરપકડ- મુંબઈમાં લેન્ડ કરતાં જ પોલીસે કરી અટકાયત- જાણો શું છે મામલો
અગાઉ અજય દેવગણ, અમિતાભ બચ્ચન, શાહરૂખ ખાન અને અક્ષય કુમારને પાન-મસાલાની જાહેરાત માટે નેટીઝન્સના રોષનો સામનો કરવો પડ્યો હતો. આ માટે અક્ષય કુમારે માફી પણ માંગવી પડી હતી. વર્કફ્રન્ટની વાત કરીએ તો કાર્તિક આર્યનની ફિલ્મ ‘ભૂલ ભુલૈયા 2’ બ્લોકબસ્ટર સાબિત થઈ છે. આ સિવાય તેનો આગામી ફિલ્મ ‘શહજાદા’ (Shahzada)પાઇપલાઇનમાં છે.