Site icon News Continuous Bureau | Mumbai

KBC 17: KBC ના મંચ પર બચ્ચન પરિવારનો જમાવડો: બિગ બીએ દોહિત્ર અગસ્ત્યની ખેંચી ટાંગ, શ્વેતા અને નવ્યા પણ શોમાં જોડાશે

KBC 17: પોતાની ડેબ્યૂ ફિલ્મ 'ઈક્કીસ' ના પ્રમોશન માટે પહોંચ્યો હતો અગસ્ત્ય; બિગ બીએ અગસ્ત્યને મજાકમાં કર્યો રોસ્ટ, જાણો શું રહ્યો જવાબ

KBC 17: Amitabh Bachchan puts grandson Agastya Nanda in a spot; Asks a tricky question about 'Nana vs Nani

KBC 17: Amitabh Bachchan puts grandson Agastya Nanda in a spot; Asks a tricky question about 'Nana vs Nani

News Continuous Bureau | Mumbai

KBC 17: ટેલિવિઝનનો સૌથી લોકપ્રિય શો ‘કૌન બનેગા કરોડપતિ’ તેના અંતિમ તબક્કા તરફ આગળ વધી રહ્યો છે ત્યારે અમિતાભ બચ્ચનનો પરિવાર હોટ સીટ પર જોવા મળશે. રિલીઝ થયેલા નવા પ્રોમોમાં જોઈ શકાય છે કે અગસ્ત્ય નંદા તેની પહેલી ફિલ્મ ‘ઈક્કીસ’ ના પ્રમોશન માટે આવ્યો છે. શો દરમિયાન જ્યારે એક દર્શકે અગસ્ત્યને પૂછ્યું કે તેના ફેવરિટ કોણ છે – નાના (અમિતાભ) કે નાની (જયા બચ્ચન)? ત્યારે અગસ્ત્ય ગભરાઈ ગયો હતો, પરંતુ અમિતાભે મજા લેતા કહ્યું, “ના ના, અમને પણ જાણવા દો!”આ એપિસોડમાં હાસ્ય અને લાગણીઓનું મિશ્રણ જોવા મળશે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Govinda in Avatar 3: અવતાર 3’ માં ગોવિંદાનો કેમિયો? બ્લુ રંગમાં રંગાયેલા ‘ચીચી’ ના ફોટા જોઈ ફેન્સના રૂંવાડા ઉભા થઈ ગયા, જાણો શું છે વાયરલ વીડિયોનું સત્ય

ફેમિલી ડ્રામા અને મજાક-મસ્તી

જ્યારે અગસ્ત્ય પ્રશ્નનો જવાબ આપતા અચકાતો હતો, ત્યારે શોમાં હાજર જયદીપ એ મજાકમાં તેને સલાહ આપી, “જો વેનિટી વેનમાં માર ખાવો હોય તો નાનીનું નામ લે અને જો ઘરે જઈને માર ખાવો હોય તો નાનુનું નામ લે!” આ સાંભળીને આખું સ્ટુડિયો હસી પડ્યું હતું. શ્વેતા બચ્ચન અને નવ્યા નંદા પણ અગસ્ત્યની ખેંચતાણી કરતા જોવા મળ્યા હતા. અગસ્ત્ય નંદાની આ ફિલ્મ રિયલ લાઈફ વોર હીરો સેકન્ડ લેફ્ટનન્ટ અરુણ ખેતરપાલના જીવન પર આધારિત છે.


આ ફિલ્મ માટે એક ખાસ વાત એ છે કે તે બોલિવૂડના દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્રની છેલ્લી ફિલ્મ હશે. ૨૪ નવેમ્બરના રોજ ધર્મેન્દ્રનું અવસાન થયું હતું, જેના કારણે સિનેમા જગતમાં શોકની લહેર પ્રસરી ગઈ હતી. પહેલા આ ફિલ્મ ૨૫ ડિસેમ્બરે રિલીઝ થવાની હતી, પરંતુ હવે તેની રિલીઝ ડેટ લંબાવીને ૧ જાન્યુઆરી ૨૦૨૬ કરવામાં આવી છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 Hanuman Ansh Lead Actor Fee – 451 કરોડ કમાનાર ફિલ્મ ‘હનુમાન અંશ’ના હીરોની ફી જાણીને લાગશે ઝટકો, 15 લાખ પણ ન થયા નસીબ 
 Ramayana Movie Ticket Price 99 Rupees – માત્ર ૯૯ માં જુઓ ‘રામાયણ’, કમાણીની ગતિ જાળવી રાખવા મેકર્સે ૮૦% સુધી સસ્તી કરી ટિકિટ
 Avengers Doomsday India Advance Booking – ભારતમાં ‘એવેન્જર્સ: ડૂમ્સડે’ નો જબરદસ્ત ક્રેઝ, એડવાન્સ બુકિંગમાં આટલા કરોડની કમાણી…
 99th Oscars Eligibility Lists – ૯૯મા ઓસ્કાર એવોર્ડ્સ ની એલિજિબિલિટી યાદી જાહેર, ભારતની ‘ગોંધળ’ ૧૦૪ આંતરરાષ્ટ્રીય ફીચર ફિલ્મોમાં સામેલ
Exit mobile version