News Continuous Bureau | Mumbai
કેટલીક ફિલ્મો એવી હોય છે, જેની વાર્તા અને તેના દરેક ભાગમાં કોઈને કોઈ ધમાકો હોય છે, જે દર્શકોને ખૂબ જ પસંદ આવે છે. ‘દ્રશ્યમ ‘2 આવી જ એક ફિલ્મ છે. ‘દ્રશ્યમ 2’ 18 નવેમ્બરે રિલીઝ થઈ હતી. ત્યારથી આ ફિલ્મ સતત કમાણી કરી રહી છે. આ ફિલ્મે વર્લ્ડ વાઈડ અને ડોમેસ્ટિક બોક્સ ઓફિસ પર 200 કરોડનો આંકડો પાર કરી લીધો છે. ચાહકોને ફિલ્મની વાર્તા ખૂબ જ પસંદ આવી છે. હવે દર્શકો OTT ( ott release date & platform ) પર ‘દ્રશ્યમ 2’ની ( drishyam 2 ) રાહ જોઈ રહ્યા છે.
ઓટીટી રિલીઝ ના બદલાઈ ગયા નિયમ
‘દ્રશ્યમ 2’ ની OTT રિલીઝને લઈને દર્શકોમાં ભારે ઉત્તેજના છે. જેમણે આ ફિલ્મ થિયેટરોમાં જોઈ નથી, તેઓ ઈચ્છે છે કે આ ફિલ્મ શક્ય તેટલી વહેલી તકે OTT પ્લેટફોર્મ પર રિલીઝ થવી જોઈએ અને તેઓએ તેને જોવી જોઈએ. તમને જણાવી દઈએ કે પહેલા કોઈ ફિલ્મ થિયેટરમાં રિલીઝ થયાના થોડા જ દિવસોમાં OTT પર આવતી હતી, પરંતુ હવે નિયમ બદલાઈ ગયો છે.નવા નિયમ મુજબ, સિનેમાગૃહમાં ફિલ્મ રિલીઝ થયાના 80 દિવસ પછી જ હવે તે OTT પર આવશે. આવી સ્થિતિમાં, ‘દ્રશ્યમ 2’ ને 26 જાન્યુઆરી ની આસપાસ OTT પ્લેટફોર્મ પર સ્ટ્રીમ કરી શકાય છે. જો કે આ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ અહેવાલો અનુસાર, ગણતંત્ર દિવસના અવસર પર, OTT પ્રેમીઓને ‘દ્રશ્યમ 2’ ના રૂપમાં મોટી ભેટ મળી શકે છે.
આ સમાચાર પણ વાંચો: કામની વાત / બેંકમાંથી નથી મળી રહી લોન? ઓછું થઈ ગયું છે સિબિલ સ્કોર, નોટ કરી લો વધારવાની સરળ રીત
આ ઓટિટિ પ્લેટફોર્મ પર થઇ શકે છે રિલીઝ
આ દરમિયાન, એવી પણ માહિતી મળી હતી કે એમેઝોન પ્રાઇમ વિડિયોએ આ ફિલ્મના અધિકારો ખરીદી લીધા છે. જો કે હજુ સુધી આ બાબતને સત્તાવાર રીતે સ્પષ્ટ કરવામાં આવી નથી. ફિલ્મ વિશે વાત કરીએ તો, ‘દ્રશ્યમ 2’ માં અજય દેવગણ, તબ્બુ અને અક્ષય ખન્ના દ્વારા પાવર-પેક્ડ પર્ફોર્મન્સ છે. પહેલા ભાગ કરતા બીજા ભાગને વધુ લોકો પસંદ કરી રહ્યા છે.
Join Our WhatsApp Community