News Continuous Bureau | Mumbai
સિની શેટ્ટીએ આજે મિસ ઈન્ડિયા 2022નો (Sini Shetty Miss India winner)ખિતાબ જીતી લીધો છે. મિસ ઈન્ડિયા 2022ની ગ્રાન્ડ ફિનાલે 3 જુલાઈના રોજ મુંબઈના (Mumbai)જિયો વર્લ્ડ કન્વેન્શન સેન્ટરમાં (JIO world convention center)યોજાઈ હતી, જેમાં અદભૂત હરીફાઈ બાદ સિની શેટ્ટીને મિસ ઈન્ડિયાનો તાજ પહેરાવવામાં આવ્યો હતો.
આ વખતે મિસ ઈન્ડિયાની રેસમાં 31 સુંદરીઓ વચ્ચે જોરદાર સ્પર્ધા (competition)જોવા મળી હતી. તે બધાને પાછળ છોડીને, સિની શેટ્ટીએ મિસ ઈન્ડિયા (Miss India)સ્પર્ધા જીતી.

મિસ ઈન્ડિયા 2022ની વિજેતા બનેલી સિની શેટ્ટી 21 વર્ષની છે. સિની શેટ્ટીનો જન્મ મુંબઈમાં(Mumbai) થયો હતો પરંતુ તે મૂળ કર્ણાટકની(karnataka) રહેવાસી છે.
તેણે એકાઉન્ટિંગ અને ફાઇનાન્સમાં ગ્રેજ્યુએશન(graduation) કર્યું છે. આ સિવાય તે ચાર્ટર્ડ ફાઇનાન્સિયલ એનાલિસ્ટ (CFA) કરી રહી છે
મિસ ઈન્ડિયાનો તાજ જીતનાર સિની શેટ્ટી અભ્યાસમાં તો સારી છે જ, આ ઉપરાંત તે એક પ્રશિક્ષિત ભરતનાટ્યમ(Bharatnatyam dancer) નૃત્યાંગના પણ છે. તેણે 4 વર્ષની ઉંમરે ડાન્સ કરવાનું શરૂ કર્યું અને 14 વર્ષની ઉંમરે તેણે સ્ટેજ પર પરફોર્મ કર્યું.
મિસ ઈન્ડિયા 2022ના ખિતાબ પહેલા તે પેટા સ્પર્ધાઓમાં મિસ ટેલેન્ટનો (miss talent)એવોર્ડ જીતી ચૂકી છે.
મિસ ઈન્ડિયા 2022નો તાજ કર્ણાટકની સિની શેટ્ટીના નામે હતો, જ્યારે રાજસ્થાનની(Rajasthan) રૂબલ શેખાવતને ફર્સ્ટ રનર અપ જાહેર કરવામાં આવી હતી. તેમજ ઉત્તર પ્રદેશની(Uttar pradesh) શિનાતા ચૌહાણ મિસ ઈન્ડિયા 2022ની સેકન્ડ રનર અપ રહી હતી.
આ સમાચાર પણ વાંચો : બોલિવૂડના આ કોમેડી એક્ટર પર લાગ્યો છેતરપિંડીનો આરોપ-ઈન્દોર પોલીસે અભિનેતા વિરુદ્ધ જારી કરી નોટિસ