News Continuous Bureau | Mumbai
બોલીવુડની ફિલ્મોમાં દેશભક્તિની ભાવના જગાવનાર મનોજ કુમાર(Manoj Kumar) ૮૫ વર્ષના થયા છે. તેમણે બોલીવુડમાં ઘણી સુપરહિટ ફિલ્મો કરી છે. જેના કારણે મનોજ કુમાર લાખો લોકોના દિલો પર રાજ કરે છે. તેમણે ઇન્ડસ્ટ્રીમાં દેશભક્તિની ફિલ્મો કરવા માટે ઓળખવામાં આવે છે. તેમનો જન્મ ૨૪ જુલાઈ ૧૯૩૭ માં થયો હતો. તેમનું સાચું નામ હરિકિશન ગિરિ ગોસ્વામી(Harikisan giri goswami) છે. મનોજ કુમારે બાળપણમાં દિલીપ કુમાર સ્ટાર ફિલ્મ શબનમ જાેઈ હતી અને આ ફિલ્મ જાેયા બાદ તેમણે એક્ટર બનવાનું સપનું જાેયું હતું. તેમણે દ્રઢ સંકલ્પની સાથે પોતાનું સપનું પૂર્ણ કર્યું.
તેમણે દિલ્હીની(Delhi) પ્રસિદ્ધ હિન્દુ કોલેજમાંથી તેમનું ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું અને ત્યારબાદ તેમણે અભિનેતા બનવાનું સપનું જાેતા મુંબઇમાં(Mumbai) પોતાનું ઘર શોધ્યું. તેમણે મુંબઇ આવીને સિને કરિયરની શરૂઆત કરી અને વર્ષ ૧૯૫૭ માં રીલિઝ થઈ ફિલ્મ ‘ફેશન’ થી એક્ટિંગની શરૂઆત કરી હતી. આ ફિલ્મમાં તેમને ખુબ જ નાનો રોલ મળ્યો હતો. ૧૯૬૫ માં તેમણે ભગત સિંહના(Bhagat Singh) જીવન પર આધારિત ફિલ્મ શહીદ કરી હતી અને આ ફિલ્મથી પહેલા મનોજ કુમાર ભગત સિંહની માતાને મળવા ગયા હતા. આ ફિલ્મ સુપરહિટ રહી હતી. આ ફિલ્મ બાદ તેમણે ઘણી દેશભક્તિવાળી ફિલ્મો કરી જે સુપરહિટ રહી. મોટાભાગની ફિલ્મોમાં તેમના પાત્રનું નામ ભારત હતું. આ કારણથી લોકો તેમને ભારત કુમાર(Bharat Kumar) કહેતા હતા. એટલું જ નહીં મનોજ કુમારના ચાહકોમાં પ્રધાનમંત્રી લાલ બહાદુર શાસ્ત્રી પણ હતા. ૧૯૬૫ માં ભારત-પાક યુદ્ધ બાદ, પૂર્વ પ્રધાનમંત્રી લાલ બહાદુર શાસ્ત્રીએ મનોજ કુમારને 'જય જવાન, જય કિસાન' પર ફિલ્મ બનાવવા માટે કહ્યું હતું અને ત્યારબાદ મનોજ કુમારે ફિલ્મ 'ઉપકાર' બનાવી હતી. મનોજ કુમારના જીવન સાથે એક મોટી વાત જાેડાયેલી છે. તેમણે એક ઇન્ટરવ્યુમાં તેમના જીવનથી જાેડાયેલો એક રસપ્રદ કિસ્સો જણાવ્યો હતો. મનોજ કુમારે જણાવ્યું હતું કે, તેમને સિગરેટ પીવાની ખરાબ આદત હતી. પરંતુ એક અજાણ છોકરીના કારણે તેમની તે આદત છૂટી ગઈ. તેમણે કહ્યું હતું કે, ઘણા વર્ષ પહેલા હું પરિવાર સાથે એક રેસ્ટોરન્ટમાં ગયો હતો, સિગરેટનો ત્યારે શોખ હતો, સિગરેટ પિધી… એક યંગ છોકરી આવી અને મને ઠપકો આપ્યો અને કહ્યું, તમે ભારત થઈને સિગરેટ પી રહ્યા છો, આર્ન્ટ યુ અસેમ્ડ? તેની આ વાતે મનોજ કુમારના દિમાગ પર એવી છાપ છોડી કે તેમણે આ ખરાબ આદત છોડવાનો ર્નિણય કર્યો હતો.
આ સમાચાર પણ વાંચો : જે પાર્ટીમાં પાપા ગેસ્ટ તરીકે આવ્યા હતા ત્યાં એક વેઈટર તરીકે કામ કરતી હતી રૂપાલી- અનુપમા ફેમ રૂપાલી ગાંગુલીએ એક ભાવનાત્મક પોસ્ટમાં કહી પોતાની આપવીતી
મનોજ કુમારની (Manoj Kumar)હિટ ફિલ્મોમાં 'હરિયાલી ઓર રાસ્તા' (૧૯૬૨), 'વો કોન થી' (૧૯૬૪), 'શહીદ' (૧૯૬૫), 'હિમાલય કી ગોદ મેં' (૧૯૬૫), 'ગુમનામ' (૧૯૬૫), 'પત્થર કે સનમ' (૧૯૬૭), 'ઉપકાર' (૧૯૬૭), 'પૂરબ ઓર પશ્ચિમ' (૧૯૬૯), 'રોટી કપડા ઓર મકાન' (૧૯૭૪), 'ક્રાંતિ' (૧૯૮૧) જેવી ફિલ્મ હિટ ફિલ્મોમાં સામેલ છે. આજે પણ લોકો આ ફિલ્મને જાેવાનું પસંદ કરે છે. તેમને જણાવી દઈએ કે, 'ઉપકાર' ફિલ્મ માટે મનોજ કુમારને નેશનલ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.