News Continuous Bureau | Mumbai
બોલિવૂડ અભિનેત્રી કૃતિ સેનન આ દિવસોમાં તેની ફિલ્મ ‘શહેજાદા’ ને લઈને ચર્ચામાં છે. આ ફિલ્મમાં અભિનેત્રી કાર્તિક આર્યન સાથે લીડ રોલમાં જોવા મળી રહી છે. બંને સ્ટાર્સની આ ફિલ્મને લઈને દર્શકોને ઘણી અપેક્ષાઓ હતી, જોકે, ‘શહેજાદા’ બોક્સ ઓફિસ પર અત્યાર સુધી કંઈ ખાસ કમાલ કરી શકી નથી. આ બધાની વચ્ચે એક એક્ટરે કૃતિ સેનનને ‘પનોતી’ ગણાવી છે અને કહ્યું છે કે તે જે પણ ફિલ્મમાં દેખાય છે તે ડૂબી જાય છે.
અમે વાત કરી રહ્યા છીએ એક્ટર અને સેલ્ફ ક્લેઈમ ફિલ્મ ક્રિટિક કમાલ આર ખાનની. કેઆરકે તેના વિવાદાસ્પદ નિવેદનોને કારણે ચર્ચામાં રહે છે. અભિનેતાની ટ્વિટ અને રિવ્યુ આવતા જ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ જાય છે. હવે તેના તાજેતરના ટ્વીટમાં તેણે કૃતિ સેનન પર નિશાન સાધ્યું છે.
કેઆરકે એ કર્યું ટ્વીટ
KRKએ એક પછી એક એમ બે ટ્વિટ કર્યા છે. પોતાના પહેલા ટ્વીટમાં KRKએ લખ્યું, ‘અભિનેત્રી કૃતિ સેનન બોલિવૂડની મોટી પનોતી અભિનેત્રી છે… જે ફિલ્મ આવે છે, તે ડૂબી જાય છે. તેણે ભેડિયા જેવી ફિલ્મ ને પણ ખાઈ ગઈ.
Actress #KritiSanon is one of the most Panauti actress in the Bollywood. Jis film main Aati hai, Le Doobti hai. Bhediya Jaisi Film Ko Bhi Kha Gayee Thi.
— KRK (@kamaalrkhan) February 18, 2023
એટલું જ નહીં, પોતાના બીજા ટ્વીટમાં અભિનેત્રીની આગામી ફિલ્મ ‘આદિપુરુષ’નો ઉલ્લેખ કરતા લખે છે, ‘અને હજુ સુધી મહાન પનોતી કૃતિ સેનનનો ચાર્મ બાકી છે. 600 કરોડના બજેટની આદિપુરુષની હીરોઈન પણ એ જ છે. જય હો કૃતિ સેનન.
Aur Abhi Toh Maha Panauti #KritiSanon Ka Jalwa BaaKi Hai. ₹600Cr budget Ki Film #Adipurush Ki heroine Bhi Wahi Hai. Jai Ho Kriti Sanon Ki.🤪😁
— KRK (@kamaalrkhan) February 18, 2023
કેઆરકે થયો ટ્રોલ
હવે સોશિયલ મીડિયા યુઝર્સે આ ટ્વીટ્સને લઈને અભિનેતાની ક્લાસ લગાવવાનું શરૂ કરી દીધું છે. કૃતિ વિશે કરવામાં આવેલી આ ટિપ્પણીઓ પર, વપરાશકર્તાઓ KRK પર આકરા પ્રહારો કરી રહ્યા છે. એક તરફ, નેટીઝન્સે અભિનેતાની ક્લાસ લગાવતા કૃતિની હિટ ફિલ્મોની યાદી ગણાવી છે, તો બીજી તરફ, ઘણા લોકો કહે છે કે કોઈપણ ફિલ્મની હિટ કે ફ્લોપ તેની વાર્તા પર નિર્ભર કરે છે અને કૃતિ એક અદ્ભુત અભિનેત્રી છે. આ પહેલો કિસ્સો નથી જ્યારે કેઆરકેએ કોઈ સ્ટાર વિશે આવી વાતો કરી હોય, અભિનેતા ઘણીવાર તેના આક્રોશને કારણે હેડલાઇન્સમાં રહે છે. ઘણી વખત તેને આ માટે મુશ્કેલીનો સામનો પણ કરવો પડ્યો છે.