ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 8 ફેબ્રુઆરી 2022
મંગળવાર
અત્યારે ઇન્ટરનેટ પર લતા દીદી નો એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે. આ વિડીયો લતા દીદી નો છેલ્લો વિડીયો હોવાનો દાવો કરાયો છે. જો કે આ સંદર્ભે ની આધિકારિક રીતે કોઈ પુષ્ટિ મળી નથી. પરંતુ વીડિયોમાં લતા દીદી પૂરી રીતે કમજોર અને અશક્ત દેખાઈ રહ્યા છે. લતા દીદી વિલચેર પર બેઠા છે અને તેમની આસપાસ તબીબી વિભાગના કર્મચારીઓ મોજુદ છે. આ ઉપરાંત અમુક લોકો તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરે છે અને લતા દીદી આ વાતોનો યથાશક્તિ હાવભાવથી પ્રત્યુત્તર આપવા નો પ્રયત્ન કરે છે. એક વ્યક્તિ લતા દીદી ના પગે પણ લાગે છે. આ વિડીયો અત્યારે વાયરલ થયો છે અને લોકો તેને શેર કરી રહ્યા છે તેમજ લતા દીદી ને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે.
સ્વર કોકિલા લતા દીના સન્માનમાં રેલવે મંત્રીની મોટી જાહેરાત, સ્મારકની પણ ઉઠી માંગ; જાણો વિગત
#લતા #દીદી નો આ #વિડીયો અત્યારે થયો #વાયરલ. કહેવાય છે કે લતા દીદી નો #હોસ્પિટલ ખાતે નો આ છેલ્લો #વિડીયો છે. વિડીયો જોઈને લોકો થયા છે #ભાવુક.. જુઓ વિડિયો… #legendarysinger #lastvideo #LataMangeshkar #latamangeshkardeath #hospital #watchvideo pic.twitter.com/9R6xIpxQ1u
— news continuous (@NewsContinuous) February 8, 2022