ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 16 ફેબ્રુઆરી 2022
બુધવાર
પ્રખ્યાત ગાયક અને સંગીતકાર બપ્પી લહેરીનું 69 વર્ષની વયે નિધન થયું છે.
પ્રાપ્ત જાણકારી મુજબ તેમણે મુંબઈની ક્રિટિકેર હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા છે.
કહેવામાં આવી રહ્યું છે કે બપ્પી લાહિરી ઘણા સમયથી બીમાર હતા અને ક્રિટીકેર હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી.
ગળામાં સોનાની જાડી ચેન અને હાથમાં મોટી વીંટી સહિત ઘણા બધા સોનાના ઘરેણા પહેરવા તેની ઓળખ હતી.
બપ્પી લાહિરીને બોલિવૂડના પ્રથમ રોક સ્ટાર સિંગર પણ કહેવામાં આવે છે.
બપ્પી લાહિરીએ બોલિવૂડને ઘણા હિટ ગીતો આપ્યા છે.