Site icon News Continuous Bureau | Mumbai

અભિનેતા સંજય કપૂરની દીકરી શનાયા કપૂરે કરાવ્યું બોલ્ડ ફોટોશૂટ, રાતોરાત આવી ગઈ ચર્ચામાં

ન્યુઝ કન્ટિન્યૂઝ બ્યુરો

મુંબઈ, ૩૧ મે ૨૦૨૧

Join Our WhatsApp Channel

સોમવાર

બૉલિવુડ અભિનેતા અનિલ કપૂરની ભત્રીજી અને સંજય કપૂરની પુત્રી શનાયા કપૂર તેના નવા ફોટોશૂટને લઈને ચર્ચામાં છે. શનાયા સોશિયલ મીડિયા પર ખૂબ ઍક્ટિવ રહે છે અને તે અવારનવાર તેની તસવીરો શૅર કરતી રહે છે. 

શનાયાએ હાલમાં એક ફોટોશૂટ કરાવ્યું છે, જેના ફોટા તેણે ઇન્સ્ટાગ્રામ ઍકાઉન્ટ પર શૅર કર્યા છે. આ તસવીરોમાં શનાયા વ્હાઇટ ડ્રેસમાં જોવા મળી રહી છે. સફેદ રંગનાં દુપટ્ટાવાળા ફોટોશૂટમાં શનાયા ખૂબ જ બોલ્ડ અને સુંદર લાગી રહી છે. સાથે તેણે માથે મોટી ટોપી પહેરી છે. જે બીચ એસેસરીઝ જેવી છે. 

શનાયાની આ તસવીરો સોશિયલ મીડિયા પર ઝડપથી વાઇરલ થઈ રહી છે. તેના ચાહકોને શનાયાનો આ લુક  ખૂબ જ પસંદ આવી રહ્યો છે. ચાહકોની સાથે શનાયાની આ તસવીરો પર શનાયાની માતા મહીપ કપૂરે અને અમિતાભ બચ્ચનની પૌત્રી નવ્યા નવેલી નંદાએ પણ કોમેન્ટ કરી છે.

ઉલ્લેખનીય છે કે શનાયા કપૂર કરણ જોહરની ધર્મા પ્રોડક્શનથી બૉલિવુડમાં પ્રવેશ કરશે. શનાયાએ વર્ષોથી સ્ટાર કિડ તરીકે લોકપ્રિયતા મેળવી છે. આલિયા ભટ્ટ, વરુણ ધવન, જાહ્નવી કપૂર, અનન્યા પાંડે સહિતનાં સ્ટાર કિડ્સ તેણે લૉન્ચ કર્યાં છે. હવે સંજય કપૂરની દીકરી શનાયા કપૂરને લૉન્ચ કરવાની તૈયારીમાં છે.

Oscar Awards 2027 Indian Films – ભારતની બે ફિલ્મોએ ઓસ્કારની દોડમાં એન્ટ્રી, ‘ગોંધળ’ અને ‘અંગ’ ફિલ્મોએ વધાર્યું દેશનું માન
 Shraddha Kapoor Eetha Record – રિલીઝ પહેલાં જ શ્રદ્ધા કપૂરની ‘ઈઠા’એ રચ્યો ઇતિહાસ, ‘જી જી રે જી’ ગીત સાથે એશિયા બુક ઓફ રેકોર્ડ્સમાં નામ નોંધાયું
  Pakistani Dramas Ban in India – પાકિસ્તાની કલાકારોના શો પર પ્રતિબંધ મૂકવા સિને વર્કર્સ મેદાને, સોશિયલ મીડિયા પર પણ બહિષ્કારની ઉઠી માંગ
 Sonu Nigam Mumbai Property Purchase – મુંબઈ રિયલ એસ્ટેટના ‘બાદશાહ’ બની રહ્યા છે સોનુ નિગમ! ₹૩૧.૪૭ કરોડની નવી પ્રોપર્ટી ખરીદી, ૨ વર્ષમાં ₹૧૨૩ કરોડના વ્યવહાર
Exit mobile version