Site icon News Continuous Bureau | Mumbai

માધુરી દીક્ષિતે શેર કરી સલમાન અને શાહરૂખ સાથેની તસવીર, ચાહકોએ આપી આવી પ્રતિક્રિયા

 News Continuous Bureau | Mumbai

તાજેતરમાં, ફિલ્મ નિર્માતા કરણ જોહરે તેના 50માં જન્મદિવસની (Karan Johar birthday party)ભવ્ય ઉજવણી કરી હતી. તેમની પાર્ટીમાં બોલિવૂડના તમામ સ્ટાર્સે (Bollywood stars)હાજરી આપી અને રંગ જમાવ્યો. કરણની આ જબરદસ્ત બર્થડે પાર્ટીની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યા છે. સેલેબ્સ પણ તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી તસવીરો શેર કરી રહ્યા છે. હવે આ ક્રમમાં અભિનેત્રી માધુરી દીક્ષિતે પાર્ટીની(Madhuri Dixit share photo) એક તસવીર શેર કરી છે, જેને જોઈને ચાહકો જોરદાર કમેન્ટ કરતા જોવા મળી રહ્યા છે.

Join Our WhatsApp Channel

માધુરીએ તેના ઇન્સ્ટાગ્રામ (Madhuri Dixit Instagram) પર તેના જન્મદિવસની પાર્ટીની જે તસવીર શેર કરી છે, તેમાં પતિ શ્રીરામ નેને, બોલિવૂડના દબંગ ખાન,(Salman Khan) શાહરૂખ ખાન (Shahrukh Khan) અને તેની પત્ની ગૌરી ખાન (Gauri Khan) તેની સાથે જોવા મળે છે. આ તસવીર શેર કરતાં માધુરી દીક્ષિતે કેપ્શનમાં લખ્યું છે કે, વાત કરવા માટે ઘણું બધું છે, નહીં? માધુરીએ શેર કરેલી આ તસવીર જોયા બાદ એક ફેને લખ્યું, 'બધા લેજેન્ડ એક ફ્રેમમાં. તેવી જ રીતે, અન્ય એક પ્રશંસકે પણ લખ્યું, આહ, અત્યાર સુધીની શ્રેષ્ઠ તસવીર. આ સિવાય અન્ય યુઝર્સ પણ આ તસવીરને ખૂબ પસંદ કરી રહ્યા છે.

આ સમાચાર પણ વાંચો: રિલીઝ પહેલા અક્ષય કુમાર ની ફિલ્મ પૃથ્વીરાજ નું થશે સ્પેશિયલ સ્ક્રીનિંગ, આ કેન્દ્રીય મંત્રી થશે સામેલ

કરણના જન્મદિવસની તસવીરો અને વીડિયો(Karan Johar birthday party photos viral) હાલ ઘણી હેડલાઈન્સ બનાવી રહ્યા છે. આ પાર્ટીમાં રણવીર સિંહ, તમન્ના ભાટિયા, જાહ્નવી કપૂર, કાજોલ, મલાઈકા, કરીના, અમૃતા અરોરા, રિતિક રોશન, ધર્મા પ્રોડક્શનના સીઈઓ અપૂર્વ મહેતા જેવા ફિલ્મ જગતના ઘણા મોટા સ્ટાર્સ આવ્યા હતા. 

 Shah Rukh Khan King Release Countdown – ‘કિંગ’ની રિલીઝનું કાઉન્ટડાઉન શરૂ, દિગ્દર્શક સિદ્ધાર્થ આનંદની ક્રિપ્ટિક પોસ્ટે ચાહકોની આતુરતા વધારી 
Ramayana OTT Release Pay Per View – થિયેટરોમાં ₹1,700 કરોડનો રેકોર્ડ તોડ્યા બાદ હવે આ OTT પ્લેટફોર્મ પર આવશે ‘રામાયણ’, સબ્સ્ક્રિપ્શન છતાં અલગથી ખર્ચવા પડશે રૂપિયા
Salman Khan Return as Prem – મોટા પડદા પર ફરી ‘પ્રેમ’ બનીને પરત ફરશે સલમાન ખાન? દિગ્દર્શક સૂરજ બડજાત્યાએ આપ્યો મોટો સંકેત
 Namit Malhotra Krrish 4 Rumor – ‘રામાયણ’ બાદ નમિત મલ્હોત્રા જોડાશે ‘ક્રિશ 4’ સાથે? ઋતિક રોશનની ફિલ્મ અંગેના અહેવાલોની હકીકત આવી સામે
Exit mobile version