Site icon News Continuous Bureau | Mumbai

Mandar Chandwadkar Instagram Post| રાકેશ બેદી અને દિલીપ જોશી સાથે પોઝ આપતા જોવા મળ્યા મંદાર ચાંદવડકર, લખ્યું ‘બંને લીજેન્ડ ધુરંધર સાથે….’

Mandar Chandwadkar Instagram Post| ગોકુળધામ સોસાયટીના મિત્રોનો ખાસ અંદાજ 'ભીડે' માસ્ટરે જેઠાલાલ અને રાકેશ બેદી સાથે શેર કરી તસવીર, દિગ્ગજ કલાકારો સાથે કામ કરવાના અનુભવને ગણાવ્યો અદભૂત.

Mandar Chandwadkar Instagram Post| રાકેશ બેદી અને દિલીપ જોશી સાથે પોઝ આપતા જોવા મળ્યા મંદાર ચાંદવડકર, લખ્યું 'બંને લીજેન્ડ ધુરંધર સાથે....'

Mandar Chandwadkar Instagram Post| રાકેશ બેદી અને દિલીપ જોશી સાથે પોઝ આપતા જોવા મળ્યા મંદાર ચાંદવડકર, લખ્યું 'બંને લીજેન્ડ ધુરંધર સાથે....'

 

News Continuous Bureau | Mumbai

Join Our WhatsApp Channel

Mandar Chandwadkar Instagram Post| ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં આત્મારામ ભીડેનું પાત્ર ભજવતા અભિનેતા મંદાર એ તાજેતરમાં ઈન્સ્ટાગ્રામ પર એક યાદગાર તસવીર શેર કરી છે. આ ફોટામાં તે ટીવી અને સિનેમાના દિગ્ગજ કલાકારો રાકેશ બેદી અને દિલીપ જોશી સાથે જોવા મળી રહ્યો છે. મંદારે આ બંને કલાકારોને ‘ધુરંધર’ અને ‘લીજેન્ડ’ ગણાવ્યા છે.

મંદાર ચાંદવડકરની ખાસ પોસ્ટ

મંદાર ચાંદવડકરે ઈન્સ્ટાગ્રામ પર આ તસવીર શેર કરતા કેપ્શનમાં લખ્યું કે, “ધુરંધર 1 અને ધુરંધર 2 સાથે… આ બે દિગ્ગજો સાથે સ્ક્રીન પર કામ કરવું એ ખૂબ જ ખુશી અને આનંદદાયક અનુભવ રહ્યો છે. ભગવાનનો આભાર.” ઉલ્લેખનીય છે કે રાકેશ બેદી હાલમાં જ ફિલ્મ ‘ધુરંધર’માં જમીલ જમાલીના રોલને કારણે ચર્ચામાં છે, જ્યારે દિલીપ જોશી ‘તારક મહેતા…’ શોમાં જેઠાલાલના પાત્રથી ઘરે-ઘરે જાણીતા છે.

ચાહકોએ વરસાવ્યો પ્રેમ

આ ત્રણેય કલાકારોની મિત્રતા જોઈને ચાહકો પણ ઉત્સાહિત છે. સોશિયલ મીડિયા પર ફેન્સ ‘ગોકુળધામના હીરો’ જેવી કમેન્ટ્સ કરીને પોતાનો પ્રેમ વરસાવી રહ્યા છે. રાકેશ બેદી પણ અવારનવાર ‘તારક મહેતા…’ શોમાં તારક મહેતાના બોસ તરીકે જોવા મળે છે, જેના કારણે તેમની અને જેઠાલાલ-ભીડેની કેમિસ્ટ્રી દર્શકોને ખૂબ ગમે છે.

કોણ છે મંદાર ચાંદવડકર?

મંદાર ચાંદવડકર માત્ર ટીવી કલાકાર જ નહીં, પરંતુ એક કુશળ થિયેટર આર્ટિસ્ટ પણ છે. તેમણે પોતાનું થિયેટર ગ્રુપ બનાવ્યું છે અને અનેક હિન્દી-મરાઠી નાટકોમાં અભિનય તેમજ દિગ્દર્શન કર્યું છે. તેમણે અત્યાર સુધીમાં 30 થી વધુ ટીવી સીરિયલ્સમાં કામ કર્યું છે, પરંતુ ‘આત્મારામ તુકારામ ભીડે’ના પાત્રએ તેમને દેશભરમાં લોકપ્રિયતા અપાવી છે.

👉 આ સમાચાર વાચો:
Naagin 7।સોશિયલ મીડિયા પર ટ્રોલ થયું ‘નાગિન 7’! એડિટિંગમાં રહી ગઈ મોટી ખામી, બ્લુ સ્ક્રીન દેખાતા ફેન્સે કહ્યું ‘આના કરતા તો કાર્ટૂન સારું

Oscar Awards 2027 Indian Films – ભારતની બે ફિલ્મોએ ઓસ્કારની દોડમાં એન્ટ્રી, ‘ગોંધળ’ અને ‘અંગ’ ફિલ્મોએ વધાર્યું દેશનું માન
 Shraddha Kapoor Eetha Record – રિલીઝ પહેલાં જ શ્રદ્ધા કપૂરની ‘ઈઠા’એ રચ્યો ઇતિહાસ, ‘જી જી રે જી’ ગીત સાથે એશિયા બુક ઓફ રેકોર્ડ્સમાં નામ નોંધાયું
  Pakistani Dramas Ban in India – પાકિસ્તાની કલાકારોના શો પર પ્રતિબંધ મૂકવા સિને વર્કર્સ મેદાને, સોશિયલ મીડિયા પર પણ બહિષ્કારની ઉઠી માંગ
 Sonu Nigam Mumbai Property Purchase – મુંબઈ રિયલ એસ્ટેટના ‘બાદશાહ’ બની રહ્યા છે સોનુ નિગમ! ₹૩૧.૪૭ કરોડની નવી પ્રોપર્ટી ખરીદી, ૨ વર્ષમાં ₹૧૨૩ કરોડના વ્યવહાર
Exit mobile version