Site icon News Continuous Bureau | Mumbai

૫૫ વર્ષના મિલિંદ સોમનનો એવો અવતાર જુઓ જેને જોઈને આજના બૉલિવુડ હીરો પણ શરમાઈ જશે

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 25 સપ્ટેમ્બર, 2021

Join Our WhatsApp Channel

શનિવાર

‘સુપરમૉડલ ઑફ ધ યર 2’  સતત હેડલાઇન્સમાં છે. દર અઠવાડિયે આ શો દર્શકો માટે ખાસ છે. કારણ કે મલાઈકા અરોરા અને મિલિંદ સોમન નવા લુકમાં દેખાય છે. હવે આ શોનો નવો પ્રોમો બહાર પાડવામાં આવ્યો છે, જે હેડલાઇન્સમાં છે. આ પ્રોમોમાં મિલિંદ સોમન એવા અવતારમાં જોવા મળે છે કે દર્શકો પણ તેનાં વખાણ કરતા થાકતા નથી. સોશિયલ મીડિયા પર આ પ્રોમોમાં મિલિંદના લુકની ખૂબ પ્રશંસા થઈ રહી છે.

મિલિંદ સોમાનના હૉટ લુકને કારણે આ પ્રોમો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ પ્રોમોમાં મિલિંદ સોમન સ્પર્ધકો સાથે અલગ અલગ રીતે પોઝ આપતો જોવા મળી રહ્યો છે. મલાઈકા અરોરા પણ તેની અભિવ્યક્તિ અને ચાલને જોઈને આશ્ચર્યચકિત થઈ ગઈ છે. લોકો મિલિંદ સોમનનો સૉલ્ટ ઍન્ડ પેપર લુક પસંદ કરી રહ્યા છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર શૅર કરવામાં આવી રહ્યો છે. અત્યાર સુધીમાં 50 હજારથી વધુ લોકોએ તેને જોયો છે. લોકો કૉમેન્ટ કરીને મિલિંદ સોમનની બૉડી અને હૉટ સ્ટાઇલનાં વખાણ કરી રહ્યા છે.

આલિયા ભટ્ટ ફરી આવી વિવાદમાં : સામાન્ય જ્ઞાન તો જાણે નથી જ, પણ ભારતના રીતિ-રિવાજ પર આંગળી ઉઠાવી.

તમને જણાવી દઈએ કે ‘સુપરમૉડલ ઑફ ધ યર 2’ના દરેક એપિસોડમાં સ્પર્ધકોને એક નવું ટાસ્ક આપવામાં આવે છે. બીજી બાજુ, જો આપણે વર્કફ્રન્ટની વાત કરીએ તો મિલિંદ સોમન 'પૌરાશપુર'માં જોવા મળ્યા હતા. તેમ જ મલાઈકા અરોરા પણ જુદા જુદા શોને જજ કરી રહી છે.

 

Oscar Awards 2027 Indian Films – ભારતની બે ફિલ્મોએ ઓસ્કારની દોડમાં એન્ટ્રી, ‘ગોંધળ’ અને ‘અંગ’ ફિલ્મોએ વધાર્યું દેશનું માન
 Shraddha Kapoor Eetha Record – રિલીઝ પહેલાં જ શ્રદ્ધા કપૂરની ‘ઈઠા’એ રચ્યો ઇતિહાસ, ‘જી જી રે જી’ ગીત સાથે એશિયા બુક ઓફ રેકોર્ડ્સમાં નામ નોંધાયું
  Pakistani Dramas Ban in India – પાકિસ્તાની કલાકારોના શો પર પ્રતિબંધ મૂકવા સિને વર્કર્સ મેદાને, સોશિયલ મીડિયા પર પણ બહિષ્કારની ઉઠી માંગ
 Sonu Nigam Mumbai Property Purchase – મુંબઈ રિયલ એસ્ટેટના ‘બાદશાહ’ બની રહ્યા છે સોનુ નિગમ! ₹૩૧.૪૭ કરોડની નવી પ્રોપર્ટી ખરીદી, ૨ વર્ષમાં ₹૧૨૩ કરોડના વ્યવહાર
Exit mobile version