Site icon News Continuous Bureau | Mumbai

મૌની રોય-સૂરજ નામ્બિયારના લગ્નમાં મહેમાનોની એન્ટ્રી ને લઈને તૈયાર કરવામાં આવી ગાઇડલાઇન, વર-કન્યાએ ગેસ્ટ ની સામે રાખી આ શરત; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ,22 જાન્યુઆરી 2022          

Join Our WhatsApp Channel

શનિવાર

ટીવીની સુંદર 'નાગિન' મૌની રોયના લગ્નમાં હવે માત્ર 5 દિવસ બાકી છે. 27 જાન્યુઆરીએ મૌની તેના લાંબા સમયના બોયફ્રેન્ડ સૂરજ નામ્બિયાર સાથે લગ્ન કરવા જઈ રહી છે. પહેલા એવું કહેવામાં આવી રહ્યું હતું કે મૌની રોય દુબઈમાં લગ્ન કરશે, પરંતુ પછી બંનેએ તેમના લગ્નનું સ્થળ બદલી નાખ્યું અને ભારતમાં જ સાત  ફેરા લઈને નવું જીવન શરૂ કરવાનું નક્કી કર્યું.એવું કહેવામાં આવી રહ્યું છે કે બંને ગોવાના વાગાતોર બીચ પર લગ્ન કરશે. તે જ સમયે, હવે બંનેના લગ્નને લઈને એક નવું અપડેટ સામે આવ્યું છે. મૌની રાય અને સૂરજ નામ્બિયારના લગ્નમાં મહેમાનોની એન્ટ્રી આસાન નથી બની રહી, કારણ કે વર-કન્યાએ મહેમાનની સામે એક શરત રાખી છે, જે પૂરી કર્યા બાદ તેમને લગ્નમાં એન્ટ્રી મળશે.

મૌની રોય તેના લગ્નને લઈને ઘણા સમયથી ચર્ચામાં છે. લગ્નની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. પરંતુ હાલના સંજોગોને જોતા મૌની રોય અને તેના ભાવિ વર રાજાએ એક મોટો નિર્ણય લીધો છે. વાસ્તવમાં, કોરોનાની ત્રીજી લહેર અને વધતા કોરોના કેસોને ધ્યાનમાં રાખીને, લગ્નમાં આવનારા મહેમાનો માટે કેટલાક નિયમો બનાવવામાં આવ્યા છે, જેનું પાલન કર્યા વિના તેઓ તેમના લગ્નમાં પ્રવેશ કરી શકશે નહીં.કોરોનાની બગડતી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને લગ્નમાં આવનાર મહેમાનો માટે ખાસ ગાઈડલાઈન જારી કરવામાં આવી છે. કોવિડ કેસમાં વધારો જોઈને અભિનેત્રીએ ગેસ્ટ લિસ્ટમાંથી ઘણા લોકોના નામ હટાવી દીધા છે. સાથે જ લગ્નમાં આવેલા મહેમાનો પાસેથી RT-PCR રિપોર્ટ પણ મંગાવવામાં  આવ્યો છે. લગ્ન મર્યાદિત મહેમાનો વચ્ચે થશે, જ્યારે લગ્ન બાદ તેણે ટીવી અને બોલિવૂડના તેના ખાસ મિત્રો માટે મુંબઈમાં રિસેપ્શન પાર્ટીનું પણ આયોજન કર્યું છે.

ફિલ્મ નિર્માતા તેમજ પ્રખ્યાત કોરિયોગ્રાફર ના સાળા નું થયું નિધન, ઘરમાં મૃત હાલતમાં મળી આવ્યા ,જાણો વિગત

મૌની રોયના લગ્નનું ફંક્શન બે દિવસ ચાલશે. 26મીએ લગ્ન પહેલાની વિધિઓ પૂર્ણ થશે અને ત્યારબાદ 27મી જાન્યુઆરીએ મૌની અને સૂરજના લગ્ન થશે.મહેમાનોને લગ્નને લઈને ગોપનીયતા જાળવવા માટે પણ કહેવામાં આવ્યું છે. લગ્નમાં કન્ફર્મ ગેસ્ટ લિસ્ટમાં કરણ જોહર, એકતા કપૂર, મનીષ મલ્હોત્રા અને આશિકા ગોરાડિયા સામેલ છે.

Oscar Awards 2027 Indian Films – ભારતની બે ફિલ્મોએ ઓસ્કારની દોડમાં એન્ટ્રી, ‘ગોંધળ’ અને ‘અંગ’ ફિલ્મોએ વધાર્યું દેશનું માન
 Shraddha Kapoor Eetha Record – રિલીઝ પહેલાં જ શ્રદ્ધા કપૂરની ‘ઈઠા’એ રચ્યો ઇતિહાસ, ‘જી જી રે જી’ ગીત સાથે એશિયા બુક ઓફ રેકોર્ડ્સમાં નામ નોંધાયું
  Pakistani Dramas Ban in India – પાકિસ્તાની કલાકારોના શો પર પ્રતિબંધ મૂકવા સિને વર્કર્સ મેદાને, સોશિયલ મીડિયા પર પણ બહિષ્કારની ઉઠી માંગ
 Sonu Nigam Mumbai Property Purchase – મુંબઈ રિયલ એસ્ટેટના ‘બાદશાહ’ બની રહ્યા છે સોનુ નિગમ! ₹૩૧.૪૭ કરોડની નવી પ્રોપર્ટી ખરીદી, ૨ વર્ષમાં ₹૧૨૩ કરોડના વ્યવહાર
Exit mobile version