Site icon News Continuous Bureau | Mumbai

મૌની રોયે બૉડીકૉન ટ્યૂબ ડ્રેસમાં કરાવ્યું ફોટો શૂટ, શૅર કરી બોલ્ડ તસવીરો; જુઓ ફોટોગ્રાફ્સ

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 19 ઑક્ટોબર, 2021

Join Our WhatsApp Channel

મંગળવાર

મૌની રોય ટેલિવિઝન અભિનેત્રીઓમાંની એક છે, જેણે નાના પડદાથી મોટા પડદા સુધીની સફર કરી છે અને પોતાના અભિનયથી એક વિશાળ ફેન ફોલોઇન્ગ બનાવી છે, જે સોશિયલ મીડિયા પર પણ તેને અનુસરે છે. મૌનીના ઇન્સ્ટાગ્રામ પર 19.7 મિલિયન ફોલોઅર્સ છે. મૌની ઇન્સ્ટાગ્રામ પર પોતાની અદ્ભુત તસવીરો પોસ્ટ કરતી રહે છે, જેના દ્વારા ચાહકોને મૌનીના અંગત અને કામના જીવનની અપડેટ જાણવા મળે છે. જોકે કેટલીક વાર કેટલીક તસવીરો એવી રીતે આવે છે કે ચાહકોને તેમની મનપસંદ અભિનેત્રીની ચિંતા થવા લાગે છે. મૌનીએ તેની કેટલીક નવી તસવીરો પોસ્ટ કરી, જેમાં નાગિન અભિનેત્રીની બોલ્ડ અને સિઝલિંગ સ્ટાઇલ જોવા મળી રહી છે.

આ ફોટાઓમાં, મૌની એમ્બ્રોઇડરી સાથે બૉડીકૉન ટ્યૂબ ડ્રેસ પહેરેલી જોવા મળે છે. આ ફોટામાં મૌનીનું ટોન્ડ શરીર દેખાય છે. તેના ખભા, હાથ અને પગને જોતાં એવું લાગે છે કે મૌનીએ તેના સ્નાયુઓનો ઘેરાવો ઘણો ઓછો કરી દીધો છે.

મૌની બેઠેલી મુદ્રાને કારણે, કૉલર બૉન અને ઘૂંટણનું હાડકું દેખાય છે. ઘણા સેલિબ્રિટીઝે આ તસવીરો પર ટિપ્પણી કરી છે અને મૌનીના શાનદાર ફિગરનાં વખાણ પણ કર્યાં છે, પરંતુ એક ચાહકે તેની ફિટનેસ પર ટિપ્પણી કરી લખ્યું કે ‘આટલા પૈસા બચાવવાથી તમે શું કરશો, કંઈક ખાઓ પણ’ જોકે મૌનીની આ તસવીરો પર પોતાનો જીવ બગાડનારા ચાહકોની કોઈ કમી નથી. મોટી સંખ્યામાં ચાહકોએ આગની ઇમોજી બનાવીને મૌનીની આ શૈલીની પ્રશંસા કરી છે. કેટલાક ચાહકોએ એવું પણ લખ્યું છે કે કોઈ વ્યક્તિ આટલી સુંદર કેવી રીતે હોઈ શકે.

તમને જણાવી દઈએ કે મૌનીએ અક્ષયકુમાર સાથે ફિલ્મ ‘ગોલ્ડ’થી પોતાની ઇનિંગ્સની શરૂઆત કરી હતી. મૌની અગાઉ પણ ફિલ્મોમાં જોવા મળી હતી, પરંતુ તે ખાસ ડાન્સ નંબર સુધી મર્યાદિત હતી. તેણે ‘ગોલ્ડ’માં પ્રથમ વખત મુખ્ય ભૂમિકા ભજવી હતી. મૌની હવે અયાન મુખર્જી નિર્દેશિત ‘બ્રહ્માસ્ત્ર’માં જોવા મળશે, જેમાં રણબીર કપૂર, આલિયા ભટ્ટ અને અમિતાભ બચ્ચન મુખ્ય ભૂમિકામાં છે.

જ્યારે હેમા માલિની અને જિતેન્દ્રનાં લગ્ન થવાનાં હતાં ત્યારે કંઈક એવું થયું કે જેણે ડ્રીમ ગર્લનું તોડી નાખ્યું દિલ

Oscar Awards 2027 Indian Films – ભારતની બે ફિલ્મોએ ઓસ્કારની દોડમાં એન્ટ્રી, ‘ગોંધળ’ અને ‘અંગ’ ફિલ્મોએ વધાર્યું દેશનું માન
 Shraddha Kapoor Eetha Record – રિલીઝ પહેલાં જ શ્રદ્ધા કપૂરની ‘ઈઠા’એ રચ્યો ઇતિહાસ, ‘જી જી રે જી’ ગીત સાથે એશિયા બુક ઓફ રેકોર્ડ્સમાં નામ નોંધાયું
  Pakistani Dramas Ban in India – પાકિસ્તાની કલાકારોના શો પર પ્રતિબંધ મૂકવા સિને વર્કર્સ મેદાને, સોશિયલ મીડિયા પર પણ બહિષ્કારની ઉઠી માંગ
 Sonu Nigam Mumbai Property Purchase – મુંબઈ રિયલ એસ્ટેટના ‘બાદશાહ’ બની રહ્યા છે સોનુ નિગમ! ₹૩૧.૪૭ કરોડની નવી પ્રોપર્ટી ખરીદી, ૨ વર્ષમાં ₹૧૨૩ કરોડના વ્યવહાર
Exit mobile version