Site icon News Continuous Bureau | Mumbai

 ‘નાગિન’ ફેમ મૌની રોયએ કરાવ્યું બોલ્ડ ફોટોશૂટ, તસવીરો સોશિયલ મીડિયા પર થઇ વાયરલ.. 

ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Channel

27 ફેબ્રુઆરી 2021

'નાગિન' અભિનેત્રી મૌની રોય તેની બોલ્ડ અને સુંદર તસવીરોને લઈને ચર્ચામાં રહે છે. તે ટીવીની ખૂબ જ સુંદર અભિનેત્રીઓમાંની એક છે. સોશિયલ મીડિયા પર તેના લાખો ચાહકો છે. 

હાલમાં જ મૌની રોયે બોલ્ડ ફોટોશૂટની તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં મૌની રોય ક્રીમ કલરનું ક્રોપ ટોપ અને પિંક કલરનાં મિની સ્કર્ટમાં સીડીઓ પર પોઝ આપતી નજર આવી રહી છે.  મૌની રોય ખુલ્લા હેર લુકમાં જોવા મળી રહી છે.

મૌની રોયનો આ નવો લૂક તેનાં ફેન્સને પણ ખુબ પસંદ આવી રહ્યો છે. તેનું આ લેટેસ્ટ બોલ્ડ ફોટોશૂટ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યું છે.

આ અગાઉ મૌની રોયે કેટલીક તસવીરો શેર કરી હતી જેમાં તે બીચ પર રેડ કલરના સ્વિમસૂટમાં  પોઝ આપતી જોવા મળી રહી છે. કેટલીક તસવીરોમાં તે સમુદ્રના પાણીમાં આનંદ માણતી જોવા મળી રહી છે.  

આપને જણાવી દઇએ કે સુપરહિટ ટીવી સીરિયલ 'નાગિન' થી ઘરમાં પ્રખ્યાત અભિનેત્રી મૌની રોય અક્ષય કુમાર સાથે ફિલ્મ 'ગોલ્ડ' સાથે બોલિવૂડમાં પ્રવેશ કરી હતી. આ ફિલ્મમાં તેમની અભિનયની પ્રશંસા કરવામાં આવી હતી. આ સાથે જ મૌની ટૂંક સમયમાં અયાન મુખર્જીની એક્શન ફેન્ટેસી ડ્રામા ફિલ્મ 'બ્રહ્માસ્ત્ર'માં જોવા મળશે.

KBC 18 First Crorepati KBC 18 ને મળ્યો પ્રથમ કરોડપતિ વિજેતા, ૧ કરોડ જીતતા જ અમિતાભ બચ્ચને આપી ‘જાદુ કી ઝપ્પી’
Smriti Irani DPIFF 2026 ‘તુલસી’ બનીને ફરી છવાયા સ્મૃતિ ઈરાની, જીત્યો બેસ્ટ ટીવી એક્ટ્રેસનો એવોર્ડ
Sonu Nigam Flight Video હવામાં ગૂંજ્યો સોનુ નિગમનો અવાજ રાયપુરમુંબઈ ફ્લાઇટ માં મુસાફરોએ ગીત ગાયું તો ગાયકે પણ આપ્યું સરપ્રાઇઝ
AICWA Demands Extra Security બોલિવૂડ સ્ટાર્સની સુરક્ષા મુદ્દે મોટી હલચલ, અમિતાભ બચ્ચન અને સૈફ અલી ખાનને કડક સુરક્ષા આપવા AICWA ની CM ફડણવીસને અપીલ
Exit mobile version