News Continuous Bureau | Mumbai
મુકેશ અંબાણી વિશ્વના અબજોપતિઓ માં તે સતત પોતાના બિઝનેસને પ્રમોટ કરી રહ્યા છે. મુકેશ અંબાણી હવે ઝડપથી આગળ વધતી ઓનલાઈન સ્ટ્રીમિંગ સેવામાં ચમકવાની તૈયારી કરી રહ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મુકેશ અંબાણી હવે નેટફ્લિક્સ અને એમેઝોન પ્રાઇમના વર્ચસ્વને ખતમ કરવાની યોજના બનાવી રહ્યા છે. મુકેશ અંબાણીએ Jio સિનેમાના પ્રીમિયમ કન્ટેન્ટ માટેની યોજના જાહેર કરી છે. આ પગલાથી અંબાણી OTT પ્લેટફોર્મ પર પોતાનું વર્ચસ્વ વધારવા માંગે છે. તમને જણાવી દઈએ કે JioCinema, જેનું નેતૃત્વ મુકેશ અંબાણીના પુત્ર આકાશ અંબાણી કરી રહ્યા છે, તે પહેલાથી જ વોર્નર બ્રધર્સ અને HBOના ખાસ શોને પોતાની લાઇબ્રેરીમાં સામેલ કરી ચુક્યા છે. JioCinema સબ્સ્ક્રાઇબર્સ પાસે હવે ઘણા લોકપ્રિય HBO પ્રોગ્રામ્સ જોવાનો વિકલ્પ છે.
મુકેશ અંબાણી આ રીતે ખતમ કરશે નેટફ્લિક્સ અને અમેઝોન નું વર્ચસ્વ
પ્રીમિયમ સબ્સ્ક્રિપ્શન સ્પેસમાં પ્રવેશવાનો મુકેશ અંબાણીના JioCinemaનો નિર્ણય નોંધપાત્ર છે કારણ કે રૂ. 999 રૂપિયામાં, JioCinema તેના હરીફો જેમ કે Netflix, Amazon Prime Video અને Disney+ Hotstar ને સીધો પડકાર આપવા તૈયાર છે. અહીં Netflix વાર્ષિક સબ્સ્ક્રિપ્શનનો વિકલ્પ ઓફર કરતું નથી. આ પ્લાન 149 રૂપિયાથી શરૂ થઈ રહ્યો છે. તે જ સમયે, એમેઝોન પ્રાઇમ વિડિયોનું વાર્ષિક સબ્સ્ક્રિપ્શન 1499 રૂપિયા છે અને ડિઝની + હોટસ્ટારનું પ્રીમિયમ વાર્ષિક સબ્સ્ક્રિપ્શન પણ 1499 રૂપિયા છે. JioCinema નું પ્રીમિયમ સબ્સ્ક્રિપ્શન ઘણી સુવિધાઓ ઓફર કરે છે, જેમ કે એકસાથે 4 ઉપકરણો પર સામગ્રીને સ્ટ્રીમ કરવાની સુવિધા પ્રદાન કરવી.
આઈપીએલથી બિઝનેસમાં વધારો
ioCinema એ IPL 2023 ની મફત લાઇવ સ્ટ્રીમિંગ ઓફર કરીને ભારતમાં ઓનલાઈન સ્ટ્રીમિંગમાં પોતાનું આગવું સ્થાન બનાવવામાં કંઈક અંશે સફળતા મેળવી છે. વોર્નર બ્રધર્સ અને એચબીઓ તરફથી તેના પ્લેટફોર્મ પર કન્ટેન્ટ લેવાનો નિર્ણય સ્પષ્ટપણે ગ્રાહકોને આકર્ષવાનો હેતુ છે. હવે આવનારા મહિનાઓમાં વધુ સ્પર્ધા જોવા મળશે.Jio સિનેમાએ આ વર્ષની IPL ટૂર્નામેન્ટનું લાઇવ સ્ટ્રીમિંગ મફતમાં કર્યા પછી, હવે Hotstarએ આગામી વર્લ્ડ કપ અને એશિયા કપને પણ મફતમાં સ્ટ્રીમ કરવાની જાહેરાત કરી છે.હવે નેટફ્લિક્સ, એમેઝોન પ્રાઇમ અને ડિઝની હોટસ્ટાર+ JioCinema દ્વારા આપવામાં આવેલા પડકારોનો સામનો કેવી રીતે કરશે તે જોવાનું બાકી છે.
આ સમાચાર પણ વાંચો: તારક મહેતા ની ‘બાવરી’ એટલે કે મોનીકા ભદોરિયા એ સેટ પર થતા અત્યાચાર વિશે કર્યા ચોંકાવનારા ખુલાસા, દિશા વાકાણી ને લઈને પણ કહી આ વાત