News Continuous Bureau | Mumbai
ઉર્ફી જાવેદ ઘણીવાર તેના ડ્રેસિંગ સેન્સ અને આઉટફિટ્સ માટે હેડલાઇન્સ બનાવે છે. પોતાના અતરંગી કપડાઓને કારણે લાઈમલાઈટમાં રહેનારી આ અભિનેત્રી હવે એક નવી મુશ્કેલીમાં ફસાઈ ગઈ છે. હંમેશની જેમ આ વખતે પણ ઉર્ફીનો ( Urfi javed ) ડ્રેસ તેના માટે સમસ્યા બની ગયો છે. ઉર્ફી વિરુદ્ધ પોલીસ ( mumbai police ) ફરિયાદ દાખલ ( files complaint ) કરવામાં આવી છે. ઉર્ફી પર જાહેર સ્થળો ( public place ) અને સોશિયલ મીડિયા પર અશ્લીલતા ( spreading obscenity ) ફેલાવવાનો આરોપ છે. એટલું જ નહીં, તે ગેરકાયદેસર પ્રવૃતિઓ ( bold dress ) પણ કરતી હોવાનું પણ ફરિયાદમાં જણાવાયું છે.
જાણો શું છે મામલો
પોતાની શાનદાર એક્ટિંગથી સોશિયલ મીડિયા પર તાપમાન વધારનાર ઉર્ફી જાવેદની મુશ્કેલીઓ હવે વધી ગઈ છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ઉર્ફી જાવેદને તેના બોલ્ડ કન્ટેન્ટને કારણે કાયદાકીય મુશ્કેલીમાં ફસાઈ રહી છે. તેની વિરુદ્ધ મુંબઈના અંધેરી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ફરિયાદીએ ઉર્ફી જાવેદ પર અશ્લીલતા ફેલાવવાનો અને અશ્લીલ હરકતો કરવાનો આરોપ લગાવ્યો છે. સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે ઉર્ફી જાવેદ વિરુદ્ધ આ ફરિયાદ 2 દિવસ પહેલા નોંધવામાં આવી છે.
આ સમાચાર પણ વાંચો: લ્યો બોલો.. ઉદ્ઘાટનના 24 કલાકમાં જ મહારાષ્ટ્રના આ હાઈવે પર થયો અકસ્માત, બે કાર વચ્ચે થઇ જોરદાર ટક્કર..
એક વકીલ દ્વારા નોંધવામાં આવી ફરિયાદ
ઉર્ફી જાવેદ તેની વિચિત્ર ફેશન સેન્સ માટે ઇન્સ્ટાગ્રામ પર વાયરલ થાય છે. ઘણી વખત તેને સોશિયલ મીડિયા અને ઈન્ડસ્ટ્રીના લોકો દ્વારા ટ્રોલ થવું પડ્યું છે. જો કે ઉર્ફી હંમેશા ટ્રોલર્સને વળતો જવાબ આપે છે, પરંતુ હવે તેની સામે કાયદાકીય કાર્યવાહીનો ડર છે. મુંબઈના એક વકીલે ઉર્ફી જાવેદ પર અશ્લીલ હરકતો કરવાનો આરોપ લગાવ્યો છે. તેમણે પોલીસ સ્ટેશનમાં લેખિતમાં ફરિયાદ આપી છે. ફરિયાદમાં વકીલે ઉર્ફી પર જાહેર વિસ્તારમાં અને સોશિયલ મીડિયા પર અશ્લીલ હરકતો કરવાનો આરોપ લગાવ્યો હતો.
Join Our WhatsApp Community