Site icon News Continuous Bureau | Mumbai

ટેલિવિઝન અભિનેત્રી અદાખાન એ વેકેશનની શેર કરી તસવીરો. સ્પેનમાં હોલીડે ઇન્જોય કરતી આવી નજર…

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો

મુંબઈ, ૨૯ એપ્રિલ 2021

Join Our WhatsApp Channel

ગુરૂવાર

નાગિન ફેમ અદા ખાન  સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે. અવાર નવાર તે તેના હોલીડે એન્જોય કરતી તસવીરો અને વિડિયોઝ સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે. ફરી એકવાર અભિનેત્રી એ સ્પેનમાં વેકેશનની  મજા માણતી તસવીરો સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કરી છે.


આ ફોટામાં અદા બ્લુ આઉટફિટમાં નજર આવી રહી છે. તે બોટમાં બેસી ખૂબ ખુશ નજર આવી રહી છે. તેના ફેંસને તેમનો આ અંદાજ ખૂબ પસંદ આવી રહ્યું છે.

અદાખાન એ વેકેશનની આ તસવીરો નાખીને સરસ કેપ્શન પણ લખ્યું છે. તેણે કહ્યું મને હંમેશા લોકો પૂછે છે કે તું ક્યાં જઇ રહી છે…તે વાતનો હું જવાબ આપું છું કે હું સાચી દિશામાં જઇ રહી છું.

અદા ખાનને હરવા ફરવાનો ખૂબ જ શોખ છે. તે વાત તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી સરળતાથી જાણવા મળે છે. તે આ પહેલા પણ અનેક જગ્યાએ પ્રવાસ પર ગઇ છે. અને તે નવા નવા સ્થળોને એક્સપ્લોર કરતી નજરે પડે છે. ક્યારેક અદાખાન સોલો ટ્રાવેલ પણ કરે છે. અને તેને નવી જગ્યાએ ફરવું ગમે છે. 

ટીવી એક્ટ્રેસના રૂપમાં તેમની એક ખાસ ઓળખ બનાવનારી અદાએ ખૂબ સ્ટ્રગલ કર્યું છે. આખરી વાર અદાએ સીરિયલ વિશ કે અમૃતમાં સિતારાની ભૂમિકા ભજવતા જોવા મળી હતી. આ સીરિયલ પહેલા અદાએ નાગિન અને નાગિન 2થી તેની એક્ટિંગથી લોકોનું દિલ જીત્યું હતું.  

Oscar Awards 2027 Indian Films – ભારતની બે ફિલ્મોએ ઓસ્કારની દોડમાં એન્ટ્રી, ‘ગોંધળ’ અને ‘અંગ’ ફિલ્મોએ વધાર્યું દેશનું માન
 Shraddha Kapoor Eetha Record – રિલીઝ પહેલાં જ શ્રદ્ધા કપૂરની ‘ઈઠા’એ રચ્યો ઇતિહાસ, ‘જી જી રે જી’ ગીત સાથે એશિયા બુક ઓફ રેકોર્ડ્સમાં નામ નોંધાયું
  Pakistani Dramas Ban in India – પાકિસ્તાની કલાકારોના શો પર પ્રતિબંધ મૂકવા સિને વર્કર્સ મેદાને, સોશિયલ મીડિયા પર પણ બહિષ્કારની ઉઠી માંગ
 Sonu Nigam Mumbai Property Purchase – મુંબઈ રિયલ એસ્ટેટના ‘બાદશાહ’ બની રહ્યા છે સોનુ નિગમ! ₹૩૧.૪૭ કરોડની નવી પ્રોપર્ટી ખરીદી, ૨ વર્ષમાં ₹૧૨૩ કરોડના વ્યવહાર
Exit mobile version