Site icon News Continuous Bureau | Mumbai

શું તારક મહેતા માં દયાબેન બનશે રાખી વિજન- પોસ્ટ શેર કરીને જણાવી વાયરલ સમાચાર ની સત્યતા

News Continuous Bureau | Mumbai 

'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' એક લોકપ્રિય ટીવી સિરિયલ(TMKOC) છે અને અભિનેત્રી દિશા વાકાણી દ્વારા ભજવવામાં આવેલ આ સિરિયલના લોકપ્રિય પાત્ર દયાબેનની ચાહકો લાંબા સમયથી રાહ જોઈ રહ્યા છે. પરંતુ પ્રેગ્નેન્સી બાદ દિશાએ પણ આ શોને અલવિદા(Disha quit the show) કહી દીધું હતું અને આને પણ પાંચ વર્ષ વીતી ગયા છે. તાજેતરમાં જ  સમાચાર આવ્યા હતા કે ટીવી એક્ટ્રેસ રાખી વિજન(Rakhi Vijan Dayaben)  સિરિયલમાં દયાબેનના રોલમાં જોવા મળી શકે છે. ઘણા અહેવાલોમાં આ સમાચાર પર મહોર પણ લગાવવામાં આવી હતી પરંતુ હવે રાખી વીજને આ વાયરલ સમાચાર પર પ્રતિક્રિયા આપી છે અને કહ્યું છે કે તે આ શોનો ભાગ બનવાની નથી.

Join Our WhatsApp Channel

રાખી વીજને  ઈન્સ્ટાગ્રામ પર(Rakhi Vijan instagram)એક પોસ્ટ શેર કરી છે, જેમાં તેણે વાયરલ થઈ રહેલા તમામ અહેવાલોને નકારી કાઢ્યા છે. આ પોસ્ટમાં અભિનેત્રીએ એક ફેન પેજ દ્વારા બનાવેલ કોલાજ શેર કર્યો છે. કોલાજમાં એક તરફ દિશા વાકાણીનો ફોટો છે અને બીજી બાજુ રાખી નો ફોટો છે અને નીચે લખેલું છે, 'રાખી વિજન  તારક મહેતાના શોની નવી દયાબેન છે'.આ પોસ્ટ સાથે રાખી વીજને  કેપ્શનમાં(caption) લખ્યું કે, 'બધાને નમસ્કાર, આ સમાચાર એક અફવા છે, જે મને આશ્ચર્યચકિત કરે છે. ચેનલ કે નિર્માતાઓ દ્વારા મારો સંપર્ક (approach)કરવામાં આવ્યો નથી. જોકે, રાખીની આ પોસ્ટે ફેન્સનું દિલ તોડી નાખ્યું છે. ચાહકો શોમાં દયાબેનની રાહ જોઈ રહ્યા છે અને રાખી વિજન ને દયાબેન તરીકે જોવી એ ચાહકો માટે કોઈ ટ્રીટથી ઓછું ન હતું. પણ હવે એવું નહીં થાય.

આ સમાચાર પણ વાંચો : હે માં માતાજી તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો ને મળી નવી દયાભાભી-આ અભિનેત્રી કરી શકે છે દિશા વાકાણી ને રિપ્લેસ

હવે રાખી ની આ  પોસ્ટ સોશિયલ મીડિયા (social media viral post)પર વાયરલ થઈ રહી છે. ફેન્સ કોમેન્ટ કરીને અલગ-અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે. આ સમાચાર સામે આવતા જ દર્શકો ખૂબ જ નિરાશ છે. તમને જણાવી દઈએ કે રાખીને ટીવી શો 'હમ પાંચ'(Hum panch)ની સ્વીટી તરીકે પણ ઓળખવામાં આવે છે.આ ઉપરાંત રાખી બિગ બોસ નો હિસ્સો પણ રહી ચુકી છે. 

KBC 18 First Crorepati KBC 18 ને મળ્યો પ્રથમ કરોડપતિ વિજેતા, ૧ કરોડ જીતતા જ અમિતાભ બચ્ચને આપી ‘જાદુ કી ઝપ્પી’
Smriti Irani DPIFF 2026 ‘તુલસી’ બનીને ફરી છવાયા સ્મૃતિ ઈરાની, જીત્યો બેસ્ટ ટીવી એક્ટ્રેસનો એવોર્ડ
Sonu Nigam Flight Video હવામાં ગૂંજ્યો સોનુ નિગમનો અવાજ રાયપુરમુંબઈ ફ્લાઇટ માં મુસાફરોએ ગીત ગાયું તો ગાયકે પણ આપ્યું સરપ્રાઇઝ
AICWA Demands Extra Security બોલિવૂડ સ્ટાર્સની સુરક્ષા મુદ્દે મોટી હલચલ, અમિતાભ બચ્ચન અને સૈફ અલી ખાનને કડક સુરક્ષા આપવા AICWA ની CM ફડણવીસને અપીલ
Exit mobile version