News Continuous Bureau | Mumbai
નેપાળમાં ‘આદિપુરુષ’ને લઈને વિવાદ થયો હતો. કાઠમંડુ અને પોખરાના સિનેમા હોલમાં તમામ ભારતીય ફિલ્મો બતાવવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. ફિલ્મમાં સીતા સાથે જોડાયેલા એક સંવાદ સામે વાંધો ઉઠાવવામાં આવ્યો હતો. દરમિયાન, શુક્રવારે નેપાળે ‘આદિપુરુષ’ સિવાયની હિન્દી ફિલ્મોના સ્ક્રીનિંગને મંજૂરી આપી હતી. સમગ્ર વિવાદ ત્યારે સર્જાયો હતો જ્યારે ફિલ્મમાં સીતાને ‘ભારતની પુત્રી’ તરીકે વર્ણવવામાં આવી હતી. હાલમાં, કાઠમંડુના કેટલાક સિનેમા હોલમાં હિન્દી ફિલ્મોનું પ્રદર્શન પુનઃસ્થાપિત કરવામાં આવ્યું છે જ્યારે ‘આદિપુરુષ’ પરનો પ્રતિબંધ યથાવત છે. શહેરના ‘QFX’ સિનેમામાં સારા અલી ખાન અને વિકી કૌશલ સ્ટારર ‘ઝરા હટકે, જરા બચકે’નું સ્ક્રીનિંગ શરૂ થઈ ગયું છે.
આદિપુરુષ નો પ્રતિબંધ યથાવત
નેપાળ મોશન પિક્ચર એસોસિએશને એક નિવેદન જારી કરીને કહ્યું કે તમામ વિદેશી ફિલ્મો પ્રદર્શિત થશે પરંતુ આદિપુરુષ નહીં. સીતા ભારતની પુત્રી હોવાના સંવાદને કારણે આ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. કાઠમંડુના મેયર બલેન્દ્ર શાહે ફિલ્મ પ્રદર્શિત ન કરવાનો નિર્ણય લીધો છે અને પરિણામ ભોગવવા તૈયાર છે.પ્રતિબંધ હટાવવાની વાત કરતા, નેપાળના સુંદરામાં સ્થિત QFX સિનેમાએ શુક્રવારે વિકી કૌશલ અને સારા અલી ખાન અભિનીત ફિલ્મ ‘જરા હટકે જરા બચકે’ દર્શાવી હતી.
આદિપુરુષ માં સીતા ના ડાયલોગ ને લીધે લાગ્યો હતો પ્રતિબંધ
તમને જણાવી દઈએ કે ફિલ્મની રિલીઝ પહેલા આદિપુરુષ પર નેપાળમાં પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો હતો કારણ કે ફિલ્મમાં સીતા ભારતની પુત્રી હોવાનો ડાયલોગ બતાવવામાં આવ્યો હતો. એવું કહેવાય છે કે સીતાનો જન્મ નેપાળના જનકપુરમાં થયો હતો અને તેથી આ ડાયલોગ નેપાળના મેયરને બરાબર ના લાગ્યો. ફિલ્મોનું સ્ક્રિનિંગ બંધ કરી દેવામાં આવ્યું છે. જ્યારે નેપાળ કોર્ટે ફિલ્મો પરનો પ્રતિબંધ હટાવવાનો આદેશ આપ્યો હતો, ત્યારે મેયરે ખુલાસો કર્યો હતો કે ઓમ રાઉત દ્વારા નિર્દેશિત આદિપુરુષ હજી પણ નેપાળમાં બતાવવામાં આવશે નહીં.
આ સમાચાર પણ વાંચો: સલમાન ખાન ના ઘર ની વહુ બનવા માંગતી હતી પૂજા ભટ્ટ, પરંતુ આ વ્યક્તિના કારણે ના કરી શકી લગ્ન