News Continuous Bureau | Mumbai
ટીવી અભિનેત્રી શ્વેતા તિવારીની પુત્રી પલક તિવારીએ થોડા સમય પહેલા જ પોતાનો જન્મદિવસ ઉજવ્યો હતો. પલક તિવારી હવે 22 વર્ષની થઈ ગઈ છે. થોડા સમય પહેલા પલક તિવારીએ પોતાના બર્થડે બેશની તસવીરો અને વિડીયો ફેન્સ સાથે શેર કર્યા હતા. આ પોસ્ટ માં પલક તિવારી તેની કેક સાથે જોરદાર તસવીરો ક્લિક કરતી જોવા મળી હતી. પલક તિવારીની આ પોસ્ટે સોશિયલ મીડિયા પર આગ લગાવી દીધી હતી.
તસવીરોમાં પલક તિવારી ખૂબ જ બોલ્ડ લાગી રહી છે. જન્મદિવસના દિવસે પલક તિવારીએ કેમેરાની સામે જોરદાર પોઝ આપ્યો હતો. પલક તિવારીએ તેના જન્મદિવસ પર પીળા રંગનો શોર્ટ ડ્રેસ પહેર્યો હતો. અભિનેત્રીએ જન્મદિવસની તસવીરો શેર કરીને તેના ચાહકોનો આભાર માન્યો છે. પલક તિવારીએ તેના જન્મદિવસના દિવસે તેના ખાસ મિત્ર સાથે સમય વિતાવ્યો હતો. આ દરમિયાન પલક તિવારી આ મિત્ર સાથે ખૂબ જ મસ્તી કરતી જોવા મળી હતી.લોકો સતત પલક તિવારીને જન્મદિવસની શુભકામનાઓ આપી રહ્યા છે. ચાહકો ઈચ્છે છે કે પલક તિવારી જલ્દી બોલિવૂડ સ્ટાર બને. પલક તિવારીની આ બર્થડે પાર્ટીમાં માતા તેની સાથે જોવા મળી ન હતી. આવી સ્થિતિમાં ચાહકો પલક તિવારીને શ્વેતા તિવારી વિશે સવાલ કરી રહ્યા છે.ઘણા સ્ટાર્સે પલક તિવારીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે. આ યાદીમાં એક નામ સલમાન ખાનનું પણ છે.
આ સમાચાર પણ વાંચો : ઉર્ફી જાવેદે પારદર્શક પોશાકમાં ફ્લોન્ટ કર્યું તેનું કર્વી ફિગર- તસવીરો એ વધાર્યો ઈન્ટરનેટ નો પારો-જુઓ ફોટોગ્રાફ્સ
પલક તિવારીના વર્ક ફ્રન્ટ વિશે વાત કરીએ તો તે અભિનેત્રી અને મોડલ છે. તેણે વર્ષ 2017માં ફિલ્મ ‘ક્વિકી’થી ડેબ્યૂ કર્યું હતું. આ પછી, તે હાર્ડી સંધુના ‘બિજલી બિજલી’ ગીતથી પણ ખૂબ લોકપ્રિય બની હતી. મળતી માહિતી મુજબ, તે જલ્દી જ સલમાન ખાનની આગામી ફિલ્મ 'કિસી કા ભાઈ કિસી કી જાન'માં જોવા મળશે.