Site icon News Continuous Bureau | Mumbai

મિર્ઝાપુરના કાલીન ભૈયા ની લાડલીની તસવીર આવી સામે-તેની સુંદરતા જોઈને તમે પણ થઈ જશો તેના ફેન-જુઓ ફોટોગ્રાફ્સ

News Continuous Bureau | Mumbai

પંકજ ત્રિપાઠી એક અદ્ભુત કલાકાર છે તે તો તમે પહેલાથી જ જાણો છો. મસાનથી લઈને મિર્ઝાપુર (Mirzapur)સુધી, પંકજે એક કરતા વધુ પાત્રો ભજવ્યા છે અને ખાસ વાત એ છે કે દરેક પાત્ર પોતાનામાં પ્રતિકાત્મક છે. જે ક્યારેય ભૂલી શકાય તેમ નથી. તે જ સમયે, પ્રથમ વખત મિર્ઝાપુરના કાલીન ભૈયા એટલે કે પંકજ ત્રિપાઠીની પુત્રીની (Pankaj Tripathi daughter)એક ઝલક સામે આવી છે, જેને જોઈને બધા તેની સુંદરતાના દીવાના થઇ ગયા છે.

Join Our WhatsApp Channel

પંકજ ત્રિપાઠીએ તેના ઈન્સ્ટાગ્રામ(Instagram) પર કેટલીક તસવીરો શેર કરી છે જે આઈફા 2022ની (IIFA award night)ઉજવણીની છે. પંકજ ત્રિપાઠીએ પરિવાર સાથે અબુ ધાબીમાં(Abu Dhabi) એવોર્ડ ફંક્શનમાં હાજરી આપી હતી. તે પુત્રી અને પત્ની(Pankaj Tripathi with family) સાથે શોમાં પહોંચ્યો હતો અને ખાસ પળોને કેમેરામાં કેદ કરી હતી. પંકજ ત્રિપાઠીએ સોશિયલ મીડિયા પર આ જ ખાસ તસવીરો શેર કરી છે જેમાં તેની પુત્રીની ઝલક સ્પષ્ટ દેખાઈ રહી છે.

તેમની પુત્રીનું નામ આશી ત્રિપાઠી (Aashi Tripathi)છે, જે દેખાવમાં ખૂબ જ સુંદર છે. અને તમે તેના આ ફોટા જોઈને તેની સુંદરતાનો અંદાજ લગાવી શકો છો.આશી એ અભિનેતાની એકમાત્ર પુત્રી(only child) છે. તે જ સમયે, તેના પિતા સાથેની તેની તસવીરો સોશિયલ મીડિયા પર છવાઈ ગઈ છે.

અભિનેતા પંકજ ત્રિપાઠી ટૂંક સમયમાં શેરદિલઃ ધ પીલીભીત સાગામાં જોવા મળશે. તેનું ટ્રેલર પણ રિલીઝ થઈ ગયું છે. જેને ખૂબ પસંદ કરવામાં આવી રહ્યું છે, તેથી ફિલ્મ પણ શાનદાર હશે, તેમાં કોઈ શંકા નથી. તે જ સમયે, શેરદિલ સિવાય, પંકજ ત્રિપાઠી મિર્ઝાપુર 3 (Mirzapur 3)માં પણ જોવા મળવાના છે, હાલમાં તેનું શૂટિંગ ચાલી રહ્યું છે, જેની કેટલીક તસવીરો હાલમાં જ અલી ફઝલે શેર કરી હતી.

આ સમાચાર પણ વાંચો : પિતાની એક શરત ના કારણે આજ સુધી નથી થયા એકતા કપૂરના લગ્ન-ટીવી ક્વીન બનવા માટે કરવી પડી હતી મહેનત

KBC 18 First Crorepati KBC 18 ને મળ્યો પ્રથમ કરોડપતિ વિજેતા, ૧ કરોડ જીતતા જ અમિતાભ બચ્ચને આપી ‘જાદુ કી ઝપ્પી’
Smriti Irani DPIFF 2026 ‘તુલસી’ બનીને ફરી છવાયા સ્મૃતિ ઈરાની, જીત્યો બેસ્ટ ટીવી એક્ટ્રેસનો એવોર્ડ
Sonu Nigam Flight Video હવામાં ગૂંજ્યો સોનુ નિગમનો અવાજ રાયપુરમુંબઈ ફ્લાઇટ માં મુસાફરોએ ગીત ગાયું તો ગાયકે પણ આપ્યું સરપ્રાઇઝ
AICWA Demands Extra Security બોલિવૂડ સ્ટાર્સની સુરક્ષા મુદ્દે મોટી હલચલ, અમિતાભ બચ્ચન અને સૈફ અલી ખાનને કડક સુરક્ષા આપવા AICWA ની CM ફડણવીસને અપીલ
Exit mobile version