Site icon

પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢાની સગાઈમાં આ સેલેબ્સ આપશે હાજરી, સ્થળનો વીડિયો પણ આવ્યો સામે

પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢા 13 મેના રોજ દિલ્હીમાં સગાઈ કરશે. હવે સ્થળ પરથી એક વીડિયો સામે આવ્યો છે જેમાં તૈયારીઓ જોઈ શકાય છે. આ સગાઈ સેરેમનીમાં ઘણા મોટા સેલેબ્સ પહોંચશે.

parineeti chopra and raghav chadha engagement these celebs will attend the ceremony

પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢાની સગાઈમાં આ સેલેબ્સ આપશે હાજરી, સ્થળનો વીડિયો પણ આવ્યો સામે

News Continuous Bureau | Mumbai

પરિણીતી ચોપરા અને આમ આદમી પાર્ટીના નેતા રાઘવ ચઢ્ઢાની સગાઈ આખરે થવા જઈ રહી છે. છેલ્લા કેટલાક સમયથી સતત અટકળો ચાલી રહી હતી. આ અંગે બંનેએ હંમેશા મૌન સેવ્યું હતું. જો કે, બી-ટાઉનના ગોસિપ કોરિડોરમાં ચર્ચાઓ પૂરજોશમાં રહી હતી. પરિણીતી અને રાઘવની સગાઈ 13 મેના રોજ દિલ્હીમાં થશે. મુંબઈમાં પરિણીતીના ઘરની બહારની તસવીરો સામે આવી ચુકી છે જ્યાં તેનું ઘર લાઈટોથી સજાવવામાં આવ્યું છે. હવે તેમની સગાઈ સ્થળનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. એવા અહેવાલો છે કે પરિણીતી અને રાઘવ શનિવારે કનોટ પ્લેસના કપૂરથલા હાઉસમાં સગાઈ કરશે.

Join Our WhatsApp Community

 

 આ સેલેબ્સ આપશે હાજરી 

સગાઈ માટે લગભગ 150 લોકોને આમંત્રણ આપવામાં આવ્યું છે. જેમાં બોલિવૂડ સેલિબ્રિટીથી લઈને રાજકીય હસ્તીઓ સામેલ છે. આ સેલિબ્રેશનમાં કરણ જોહર, સાનિયા મિર્ઝા અને મનીષ મલ્હોત્રા હાજર રહેશે એવા અહેવાલ છે. સાથે જ પ્રિયંકા ચોપરા પણ સગાઈ સમારોહમાં હાજરી આપી શકે છે. એક મીડિયા હાઉસે સૂત્રોને ટાંકીને કહ્યું કે પ્રિયંકાની આ સફર ટૂંકી હશે. તે 13 મેના રોજ સવારે પુત્રી માલતી સાથે પહોંચશે. સંભવતઃ નિક આ પ્રસંગે નહીં આવે.

મનીષ મલ્હોત્રા એ ડિઝાઇન કરેલો ડ્રેસ પહેરશે પરિણીતી 

સગાઈ પર પરિણીતી મનીષ મલ્હોત્રાનો આઉટફિટ પહેરશે. છેલ્લા કેટલાક દિવસોથી તે સતત મનીષ મલ્હોત્રાના સ્ટોરની બહાર જોવા મળી રહી હતી. રાઘવના મામા પવન સચદેવા ફેશન ડિઝાઈનર છે, તેથી તેઓ તેમના ડિઝાઈન કરેલા પોશાક કેરી કરશે.મીડિયા રિપોર્ટ અનુસાર ફૂડ મેનુ વિશે વાત કરીએ તો, કબાબ સહિત ભારતીય ફૂડને પ્રાધાન્ય આપવામાં આવશે. પરિણીતીના બંને ભાઈઓ સહજ અને શિવાંગ તૈયારીઓ જોઈ રહ્યા છે. સહજનો પોતાનો ફૂડ બિઝનેસ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર મેનુમાં કબાબની સાથે વેગન ફૂડ પણ હશે.

Ajey: The Untold Story of a Yogi: યોગી આદિત્યનાથની બાયોપિક ‘અજેય’ પર વિવાદ, આ દેશો માં બેન થઇ ફિલ્મ
Aishwarya-Abhishek Divorce Rumours: એશ્વર્યા રાય બચ્ચન અને અભિષેક ના છૂટાછેડા ની સાથે સાથે ઐશ્વર્યા કેમ તેની માતા ને ઘરે રહે છે તે અંગે પણ પ્રહલાદ કક્કડ એ કર્યો ખુલાસો
Anupama Twist: ‘અનુપમા’માં આવશે ભાવનાત્મક વળાંક, દેવિકા ની હકીકત આ રીતે આવશે અનુ ની સામે
Cocktail 2 : ‘કોકટેલ 2’ના સેટ પરથી શાહિદ, કૃતિ અને રશ્મિકા ના લૂક્સ થયા વાયરલ, જુઓ BTS તસવીરો
Exit mobile version