News Continuous Bureau | Mumbai
બોલીવુડ એક્ટર રણવીર પોતાના ન્યૂડ ફોટોશૂટને(Ranveer Singh nude photo) કારણે છવાયેલો છે. ઘણા લોકોએ તેની પ્રશંસા કરી તો કોઈ તેને ટ્રોલ કરી રહ્યા છે. આ વચ્ચે તેની કો-સ્ટાર પરિણીતિ ચોપડાનો (Parineeti Chopra)એક ઈન્ટરવ્યૂ વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેણે જણાવ્યું કે તે રણવીર સિંહની વેનિટી વેનમાં આમજ ન જઈ શકે. તેને અભિનેતાની વેનિટી વેનમાં જતા ડર લાગે છે અને તેની પાછળ જે કારણ જણાવ્યું તે જાણીને તમે પણ ચોંકી જશો.
પરિણીતી એ એક્ટર વિશે એવો ખુલાસો કર્યો કે દીપિકાને (Deepika padukone)પણ ઝટકો લાગી શકે છે. પરિણીતિ ચોપડાએ એક ઈન્ટરવ્યૂમાં ખુલાસો કર્યો કે તેણે ઘણીવાર રણવીર સિંહને કપડા(nude) વગર જાેયો છે. તેને જણાવ્યું હતું કે તે કોઈપણ વેનિટીમાં આરામથી જતી રહેતી. પરંતુ રણવીરની વેનિટીમાં જતા પહેલા વિચારવુ પડતું હતું. કારણ કે રણવીર હંમેશા કપડા વગર રહે છે. અભિનેત્રીએ કહ્યું કે, ઘણીવાર એવું થયું છે, જ્યારે તેણે રણવીરને કપડા વગર જાેયો છે. પરિણીતિ ચોપડાએ તે પણ જણાવ્યું કે તે એકવાર મેકઅપ કરી રહી હતી, ત્યારબાદ પાછળ ફરીને જાેયુ તો રણવીરે પેન્ટ ઉતારીને રાખ્યું હતું. પરિણીતિનું કહેવું છે કે રણવીરને પબ્લિકમાં પોતાનું પેન્ટ ઉતારવું સારૂ લાગે છે.
આ સમાચાર પણ વાંચો : તારક મહેતાની બબીતા જી આ ડાયટ પ્લાનથી રાખે છે પોતાનું વજન નિયંત્રણમાં- તેની સુંદરતાનું રહસ્ય પણ તેના ડાયેટ માં જ છુપાયેલું છે
તમને જણાવી દઈએ કે પરિણીતિ એ તેની ડેબ્યૂ (debut film)ફિલ્મ રણવીર સાથે કરી હતી. આ ઉપરાંત તેઓ એક સાથે ઘણી ફિલ્મોમાં જાેવા મળી ચુક્યા છે.રણવીર સિંહના વર્કફ્રંટની તો તે જલદી ફિલ્મ ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની’ અને ‘સર્કસમાં’ જાેવા મળશે. પરિણીતિ ચોપડાના વર્કફ્રંટની વાત કરીએ તો તે સૂરજ બડજાત્યાની ફિલ્મ ‘ઉંચાઈ’માં જાેવા મળવાની છે.