ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 10 ડિસેમ્બર 2021
શુક્રવાર
વિક્કી કેટરિનાના લગ્નની તસવીરોની દરેક વ્યક્તિ રાહ જોઈ રહી હતી અને હવે તે રાહનો અંત આવવાનો સમય આવી ગયો છે કારણ કે હવે બંનેની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી છે. વિકી અને કેટરિનાએ પોતે તેમના લગ્નની કેટલીક તસવીરો શેર કરી છે, જેમાં પ્રેમ સ્પષ્ટપણે જોવા મળી રહ્યો છે.
વિકી કેટરીનાના લગ્નની તસવીરો સામે આવી છે. આ તસવીરોમાં બોલિવૂડના આ કપલની ખુશી જોવા મળી રહી છે. બંને એકબીજાના પ્રેમમાં ડૂબતા જોવા મળે છે.
વિકી કૌશલ અને કેટરિના કૈફે ભલે પોતાના લગ્નને ગમે તેટલું સિક્રેટ રાખ્યું હોય, પરંતુ તેમના લગ્ન સાથે જોડાયેલા દરેક નાના-મોટા સમાચાર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.
રાજસ્થાનના સવાઈ માધોપુરમાં સિક્સ સેન્સ ફોર્ટમાં વર્ષનો સૌથી મોટો લગ્ન પ્રસંગ ચાલી રહ્યો છે. બંને પરિવારના સભ્યો અને નજીકના મિત્રોની હાજરીમાં બંનેએ સાત ફેરા લીધા.
તેના લગ્નમાં કેટરીના કૈફે લાલ કલરનો ડ્રેસ પહેર્યો હતો અને વિકી કૌશલે પંજાબી શેરવાની પહેરી હતી. આ કપલની રોયલ સ્ટાઇલ જોવા જેવી હતી.
તમને જણાવી દઈએ કે, વિકી કૌશલ અને કેટરિના કૈફના લગ્નમાં હાજર રહેલા લોકો પર 'નો ફોન, નો ફોટોઝ'નો નિયમ લાગુ હતો. આટલું જ નહીં લગ્નમાં આવેલા મહેમાનોએ પણ NDA પર સહી કરી હતી.