ફિલ્મ ‘RRR ના ગીત ‘નાટુ-નાટુ’ ને ગોલ્ડન ગ્લોબ્સ એવોર્ડ મળવા પર PM મોદીએ વ્યક્ત કરી ખુશી, ટ્વીટ દ્વારા કહી મોટી વાત

ફિલ્મ 'RRR ના ગીત 'નાટુ-નાટુ' ને ગોલ્ડન ગ્લોબ્સ એવોર્ડ મળવા પર અભિનંદન આપતા પીએમ મોદીએ આ મોટી વાત કહી.

by Dr. Mayur Parikh
pm modi congratulates rrr team for winning golden globes award

News Continuous Bureau | Mumbai

દેશના વડાપ્રધાન મોદીએ ( pm modi ) પણ ‘RRR’ની આ ( rrr team ) સિદ્ધિ પર ખુશી વ્યક્ત કરી છે અને ટીમને ટ્વિટ કરીને ( congratulates  ) અભિનંદન પણ પાઠવ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દક્ષિણ ભારતીય ફિલ્મ ‘RRR’ના ગીત ‘નાટુ-નાટુ’ને 80મા ગોલ્ડન ગ્લોબ એવોર્ડ્સમાં શ્રેષ્ઠ મૂળ ગીતની શ્રેણી જીતવા બદલ અભિનંદન પાઠવ્યા છે. ફિલ્મ ‘RRR’એ ગોલ્ડન ગ્લોબ એવોર્ડ્સમાં ( golden globes award ) ઈતિહાસ રચી દીધો છે. ફિલ્મના ગીત ‘નાટુ-નાટુ’ ને શ્રેષ્ઠ મૂળ ગીતની શ્રેણી માટે ગોલ્ડન ગ્લોબ એવોર્ડ આપવામાં આવ્યો હતો. આંતરરાષ્ટ્રીય પ્લેટફોર્મ પર ફિલ્મની સફળતા પર આખો દેશ ગર્વ અનુભવી રહ્યો છે. બોલિવૂડથી લઈને ટોલીવુડ સુધી ઉજવણીનો માહોલ છે. ઘણા સેલેબ્સ પણ પોતાની રીતે ફિલ્મની આખી ટીમને અભિનંદન આપી રહ્યા છે. આટલી મોટી ઉપલબ્ધિથી ફિલ્મની સ્ટારકાસ્ટ ખૂબ જ ખુશ છે. એવોર્ડના સમયે, ફિલ્મના દિગ્દર્શક એસએસ રાજામૌલી સાથે ફિલ્મના કલાકારો રામ ચરણ અને જુનિયર એનટીઆર હાજર હતા.

પીએમ મોદી એ અભિનંદન પાઠવ્યા હતા

જ્યારે આખો દેશ ફિલ્મ ‘RRR’ની સફળતાની ઉજવણી કરી રહ્યો હતો ત્યારે PM મોદીએ ટ્વિટ કરીને પોતાની ખુશી વ્યક્ત કરી હતી. પીએમ મોદીએ લખ્યું, ‘ખૂબ જ ખાસ ઉપલબ્ધિ! @mmkeeravaani, પ્રેમ રક્ષિત, કાલ ભૈરવ, ચંદ્રબોઝ, @Rahulsipligunj. હું @ssrajamouli, @taarak 9999, @AlwaysRamCharan અને @RRRMovie ની સમગ્ર ટીમને અભિનંદન આપું છું. આ પ્રતિષ્ઠિત સન્માને દરેક ભારતીયને ખૂબ જ ગૌરવ અપાવ્યું છે.

 શાહરુખ ખાને પણ પાઠવ્યા અભિનંદન

ગોલ્ડન ગ્લોબ એવોર્ડ્સ 2023માં ઓરિજિનલ સોંગ કેટેગરીમાં ‘RRR’ ગીત ‘નાટુ-નાટુ’ ની આ જંગી સફળતા બદલ તમામ બોલિવૂડ અને ટોલીવુડની હસ્તીઓ અભિનંદન પાઠવી રહી છે.આ લિસ્ટ માં શાહરુખ ખાણું પણ નામ સામેલ છે.કિંગ ખાને પણ ‘RRR’ નો ટિમ ને ટ્વીટ કરીને અભિનંદન પાઠવ્યા હતા.

Join Our WhatsApp Community

You may also like