Site icon News Continuous Bureau | Mumbai

હનુમાન જયંતિ ના શુભ અવસર પર ‘આદિપુરુષ’ નું નવું પોસ્ટર આવ્યું સામે, ‘ભગવાન હનુમાન’ નો લુક થયો જાહેર,રામની ભક્તિમાં તલ્લીન જોવા મળ્યા ‘સંકટમોચન’

'હનુમાન જયંતિ'ના શુભ દિવસે પ્રખ્યાત ફિલ્મ નિર્માતા ઓમ રાઉતની ફિલ્મ 'આદિપુરુષ' માંથી પવનપુત્ર હનુમાન ના લુક નું પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું છે.

poster of pawan putra hanuman released from film adipurush in hanuman jayanti

હનુમાન જયંતિ ના શુભ અવસર પર ‘આદિપુરુષ’ નું નવું પોસ્ટર આવ્યું સામે, 'ભગવાન હનુમાન' નો લુક થયો જાહેર,રામની ભક્તિમાં તલ્લીન જોવા મળ્યા 'સંકટમોચન'

News Continuous Bureau | Mumbai

આજે દેશભરમાં ‘હનુમાન જયંતિ’ નિમિત્તે તમામ હનુમાન મંદિરો માં અનેરો નજારો જોવા મળશે. આ ખાસ દિવસે વિવિધ સ્થળોએ શોભાયાત્રા કાઢવામાં આવે છે અને ભંડારો નું પણ આયોજન કરવામાં આવે છે. સંકટમોચન બજરંગ બલી નો જન્મ દિવસ ચૈત્ર માસની પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે. આ ખાસ અવસર પર, આજે સાઉથ સુપરસ્ટાર પ્રભાસ અને કૃતિ સેનન ની બહુપ્રતિક્ષિત ફિલ્મ ‘આદિપુરુષ’ એ પવનપુત્ર હનુમાન ના લૂકનું પોસ્ટર રિલીઝ કર્યું છે. ફિલ્મના પોસ્ટરમાં હનુમાન ના પાત્રમાં દેખાતો દેવદત્ત ગજાનન નાગે જોવા મળી રહ્યો છે.

Join Our WhatsApp Channel

 

ફિલ્મ ‘આદિપુરુષ’ના ‘હનુમાન’ નું પોસ્ટર રિલીઝ

ફિલ્મના પોસ્ટરમાં દેવદત્ત ગજાનન નાગે પવનપુત્ર હનુમાન ના પાત્રમાં ભગવાન શ્રી રામની ભક્તિમાં તલ્લીન ભક્તિની મુદ્રામાં બેઠેલા જોવા મળે છે. ફિલ્મનું પોસ્ટર રિલીઝ થતાની સાથે જ તે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યું છે. ‘હનુમાન જયંતિ’ ના શુભ દિવસે રિલીઝ થયેલું આ પોસ્ટર ચાહકો માટે કોઈ ટ્રીટ થી ઓછું નથી. ફિલ્મનું પોસ્ટર પ્રભાસે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કર્યું છે. પ્રભાસે પોસ્ટર સાથે લખ્યું, ‘રામના ભક્ત અને રામ કથા ના પ્રાણ.. જય પવનપુત્ર હનુમાન!’

કોણ છે ‘આદિપુરુષ’માં હનુમાનનું પાત્ર ભજવતા દેવદત્ત ગજાનન નાગે?

ઓમ રાઉત દિગ્દર્શિત ફિલ્મ ‘આદિપુરુષ’ માં પ્રભાસ રામ તરીકે, સૈફ અલી ખાન રાવણ ના રોલમાં અને કૃતિ સેનન માતા સીતાના રોલમાં જોવા મળશે. ફિલ્મના તમામ પાત્રોના લૂક પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યા છે. તે જ સમયે, દેવદત્ત ગજાનન નાગે રામ ભક્ત હનુમાન ના પાત્રમાં જોવા મળે છે. હનુમાનની ભૂમિકામાં દેવદત્ત ગજાનન નાગે ને દર્શકો પહેલી નજરે ઓળખી શક્યા નહીં. દેવદત્ત ગજાનન નાગે મરાઠી ફિલ્મો અને સિરિયલોના પ્રખ્યાત અભિનેતા છે. તેણે અત્યાર સુધી ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે.

Oscar Awards 2027 Indian Films – ભારતની બે ફિલ્મોએ ઓસ્કારની દોડમાં એન્ટ્રી, ‘ગોંધળ’ અને ‘અંગ’ ફિલ્મોએ વધાર્યું દેશનું માન
 Shraddha Kapoor Eetha Record – રિલીઝ પહેલાં જ શ્રદ્ધા કપૂરની ‘ઈઠા’એ રચ્યો ઇતિહાસ, ‘જી જી રે જી’ ગીત સાથે એશિયા બુક ઓફ રેકોર્ડ્સમાં નામ નોંધાયું
  Pakistani Dramas Ban in India – પાકિસ્તાની કલાકારોના શો પર પ્રતિબંધ મૂકવા સિને વર્કર્સ મેદાને, સોશિયલ મીડિયા પર પણ બહિષ્કારની ઉઠી માંગ
 Sonu Nigam Mumbai Property Purchase – મુંબઈ રિયલ એસ્ટેટના ‘બાદશાહ’ બની રહ્યા છે સોનુ નિગમ! ₹૩૧.૪૭ કરોડની નવી પ્રોપર્ટી ખરીદી, ૨ વર્ષમાં ₹૧૨૩ કરોડના વ્યવહાર
Exit mobile version