News Continuous Bureau | Mumbai
દેશી ગર્લ પ્રિયંકા ચોપરા એક યા બીજા કારણોસર મીડિયાની હેડલાઇન્સમાં રહે છે. આમ, તે આ દિવસોમાં તેની સીરિઝ ‘સિટાડેલ’ને કારણે ચર્ચામાં છે. પરંતુ, તેના કામ સિવાય પ્રિયંકા તેના અંગત જીવન માટે પણ લાઇમલાઇટમાં રહે છે. તાજેતરમાં જ પ્રિયંકા એલેક્સ કૂપરના પોડકાસ્ટ ‘કોલ હર ડેડી’ પર જોવા મળી હતી. આ દરમિયાન તેણે પોતાના અંગત જીવન સાથે જોડાયેલા ઘણા ચોંકાવનારા ખુલાસા કર્યા.
પ્રિયંકા ચોપરા એ એક્સ બોયફ્રેન્ડ વિશે કહી આ વાત
જણાવી દઈએ કે પ્રિયંકાનું નામ શાહિદ કપૂર, હરમન બાવેજા અને શાહરૂખ ખાન સાથે જોડવામાં આવ્યું હતું. પ્રિયંકાએ આ પોડકાસ્ટમાં પોતાને ‘સીરીયલ મોનોગેમિસ્ટ’ ગણાવી હતી. ‘સિરિયલ મોનોગેમિસ્ટ’ એવા લોકો છે જેઓ વર્ષોથી પ્રેમ સંબંધમાં છે. પ્રિયંકાએ કહ્યું, ‘હું એક પછી એક રિલેશનશિપમાં રહી છું. વચ્ચે કોઈ અંતર લીધું નથી. મેં ઘણું કામ કર્યું છે અને તેની સાથે મેં એ જ કલાકારોને ડેટ કર્યા છે જેઓ મારા કો-સ્ટાર્સ હતા. મને ખ્યાલ હતો કે સંબંધ કેવો હોય છે. ઘણી વખત એવું પણ બન્યું કે જ્યારે હું મારા વિચાર પ્રમાણે લોકોને સંબંધોમાં ઢાળવાનો પ્રયત્ન કરતી હતી. જે લોકો ને મેં ડેટ કર્યા તે બધા લોકો શાનદાર હતા.
પ્રિયંકા એ કર્યા નિક જોનાસ સાથે લગ્ન
પ્રિયંકાએ આગળ કહ્યું, ‘હા! કદાચ મારા બ્રેકઅપ્સ ખરાબ સ્તર પર હતા, પરંતુ મેં જે લોકોને ડેટ કર્યા છે તે બધા જ સારા હતા. આ પછી પ્રિયંકાએ તેના અને નિકના સંબંધો વિશે પણ વાત કરી. તેણીએ કહ્યું, ‘જ્યારે મેં નિક જોનાસને ડેટ કરવાનું શરૂ કર્યું, ત્યારે મેં મારા ભૂતપૂર્વ બોયફ્રેન્ડ સાથે બ્રેકઅપ કર્યા પછી બે વર્ષ નું અંતર રાખ્યું. હું મારી જાતને સમય આપવા માંગતી હતી. કામ પર ફોકસ કરવા માંગતી હતી. જણાવી દઈએ કે પ્રિયંકા અને નિકની એક વર્ષની પુત્રી છે, જેનું નામ માલતી મેરી જોન્સ છે. નિક અને પ્રિયંકા ગયા મહિને માલતી સાથે ભારત આવ્યા હતા.