Site icon News Continuous Bureau | Mumbai

પ્રિયંકા ચોપરા ફિલ્મ ‘ફેશન’માં કામ કરવા માંગતી ન હતી, નિર્દેશકે આપી હતી આવી ‘ધમકી’ જેના કારણે અભિનેત્રીએ બદલવો પડ્યો નિર્ણય; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 16 નવેમ્બર  2021

Join Our WhatsApp Channel

મંગળવાર

અભિનેત્રી પ્રિયંકા ચોપરાએ ઘણી સુપરહિટ ફિલ્મોમાં કામ કર્યું છે. બોલિવૂડ બાદ હવે પ્રિયંકા ચોપડાએ હોલીવુડમાં પણ પોતાના અભિનયનો કમાલ બતાવી દીધો છે. તાજેતરમાં જ પ્રિયંકા ચોપરાએ ભવ્ય દિવાળી પાર્ટીમાં ભાગ લીધો હતો. પ્રિયંકાએ દિવાળીના અવસર પર પતિ નિક જોનાસ સાથેની કેટલીક તસવીરો પણ શેર કરી હતી. તેણીએ અગાઉ ઘણી ફિલ્મોને નકારી કાઢી હતી જે પ્રિયંકાની કારકિર્દીમાં સીમાચિહ્નરૂપ સાબિત થઈ હતી.

પ્રિયંકા ચોપરાએ 'આપ કી અદાલત'માં કહ્યું હતું કે, 'મેં પહેલા તો ‘ફેશન’ માટે વાત નહોતી કરી. મને ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં આવ્યાને માત્ર 3-4 વર્ષ થયાં હતાં ત્યારે મધુર ભંડારકરે મને તે ફિલ્મની ઑફર કરી હતી. મને કદાચ મારી જાત પર એટલો વિશ્વાસ નહોતો. આ જ કારણ હતું કે મેં મધુર સરને ફિલ્મ માટે ના પાડી હતી, પરંતુ તેમને મારા પર એટલો વિશ્વાસ હતો કે તેમણે કહ્યું ના, તમારે આ ફિલ્મ કરવી જોઈએ. તેમણે એવી ચીમકી પણ આપી હતી કે જો તું આમ નહીં કરે તો હું આ ફિલ્મ નહીં બનાવું.’ પ્રિયંકાએ આગળ કહ્યું, 'હું તેમની આભારી છું કે તેણે મારા પર આટલો વિશ્વાસ કર્યો. ત્યારપછી જ્યારે ફિલ્મ આવી ત્યારે તમારી સામે છે કે તે કેટલી હિટ રહી અને લોકોએ તેને કેટલો પ્રેમ આપ્યો.

આલિયા ભટ્ટની ફિલ્મ ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ ની રિલીઝ ડેટ લંબાવવામાં આવી, હવે આ ફિલ્મ સાથે બોક્સ ઓફિસ પર ટકરાશે; જાણો વિગત

ફિલ્મોની પસંદગી અંગે પ્રિયંકાએ કહ્યું હતું કે, 'મને એક જ પ્રકારનું કામ કરીને ખૂબ કંટાળો આવે છે. તેથી દર વખતે હું નવી ભૂમિકા કે સ્ક્રિપ્ટ પસંદ કરું છું. આજકાલ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એવો ટ્રેન્ડ છે કે જો તમારે સારી ભૂમિકાઓ જોઈતી હોય તો ઝીરો ફિગર હોવું ખૂબ જરૂરી છે. પણ મને આવા સારા રોલ પણ મળ્યા હતા અને મારું ફિગર ઝીરો પણ નથી. હું હંમેશા કંઈક નવું કરવા ઈચ્છું છું.

Oscar Awards 2027 Indian Films – ભારતની બે ફિલ્મોએ ઓસ્કારની દોડમાં એન્ટ્રી, ‘ગોંધળ’ અને ‘અંગ’ ફિલ્મોએ વધાર્યું દેશનું માન
 Shraddha Kapoor Eetha Record – રિલીઝ પહેલાં જ શ્રદ્ધા કપૂરની ‘ઈઠા’એ રચ્યો ઇતિહાસ, ‘જી જી રે જી’ ગીત સાથે એશિયા બુક ઓફ રેકોર્ડ્સમાં નામ નોંધાયું
  Pakistani Dramas Ban in India – પાકિસ્તાની કલાકારોના શો પર પ્રતિબંધ મૂકવા સિને વર્કર્સ મેદાને, સોશિયલ મીડિયા પર પણ બહિષ્કારની ઉઠી માંગ
 Sonu Nigam Mumbai Property Purchase – મુંબઈ રિયલ એસ્ટેટના ‘બાદશાહ’ બની રહ્યા છે સોનુ નિગમ! ₹૩૧.૪૭ કરોડની નવી પ્રોપર્ટી ખરીદી, ૨ વર્ષમાં ₹૧૨૩ કરોડના વ્યવહાર
Exit mobile version