News Continuous Bureau | Mumbai
ભારતીય ક્રિકેટર શુભમન ગિલે હાલમાં જ ન્યૂઝીલેન્ડ સામે 208 રનની રેકોર્ડબ્રેક ઇનિંગ રમી હતી, જે બાદ શુભમન ચર્ચામાં છે. એક તરફ બેવડી સદી ફટકારવા બદલ શુભમન ના વખાણ થઈ રહ્યા છે તો બીજી તરફ સોશિયલ મીડિયા પર તેનું અફેર પણ ચર્ચામાં છે. પરંતુ હવે પંજાબી અભિનેત્રી સોનમ બાજવા દ્વારા કરવામાં આવેલા એક ટ્વીટ થી ચાહકોને સંકેત આપવામાં આવ્યો છે કે શુભમન ગિલ આખરે કોને ડેટ કરી રહ્યો છે. વાસ્તવમાં, થોડા સમય પહેલા ( shubhman gill ) શુભમન ગિલ ( punjabi actress ) સોનમ બાજવાના ( sonam bajwa ) શોમાં આવ્યો હતો, જ્યાં તેણે ઘણા સવાલોના જવાબ આપ્યા હતા. સોનમે આ ઈન્ટરવ્યુ દરમિયાન ઘણી વખત સારા અલી ખાનનું ( sara ali khan ) નામ પણ લીધું હતું.
સોનમ બાજવા નું ટ્વીટ થયું વાયરલ
ઈન્ટરવ્યુ દરમિયાન ની એક તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે જેમાં સોનમ બાજવા અને શુભમન ગિલ જોવા મળી રહ્યા છે. આ તસવીર શેર કરતાં સોનમ બાજવાએ લખ્યું, ‘યે સારા કા સારા ઝૂઠ હૈ.’ તસવીરમાં શુભમન ગિલ અભિનેત્રી સોનમ બાજવા સાથે હાથ મિલાવી રહ્યો છે, ચાહકો આ તસવીર પર પ્રતિક્રિયા આપી રહ્યા છે, કેટલાક સોનમનું નામ શુભમન સાથે જોડી રહ્યા છે તો કેટલાક બંનેની મિત્રતા પર સવાલ ઉઠાવી રહ્યા છે, પરંતુ સોનમે સ્પષ્ટતા કરતા કહ્યું કે તેની અને શુભમન વચ્ચે કંઈ નથી. .
Ye sara ka sara jhoot hai 😂 https://t.co/XNgLbQYPSq
— Sonam Bajwa (@bajwasonam) January 19, 2023
આ સમાચાર પણ વાંચો: વધુ એક સ્ટારકિડ બોલિવૂડમાં ડેબ્યુ કરવા તૈયાર, 17 વર્ષની ઉંમરે મળી મોટી ફિલ્મ, અજય દેવગન ના ભત્રીજા સાથે મળશે જોવા
સચિન તેંડુલકર ની દીકરી સારા તેંડુલકર સાથે જોડાયું હતું શુભમન નું નામ
આ જ ટ્વિટમાં સોનમે એટલી વાર ‘સારા’ લખ્યું છે કે લોકોને લાગવા માંડ્યું છે કે સારા અલી ખાન અને શુભમન ગિલ વચ્ચે કંઈક તો છે. સોનમ બાજવા એ પોતાના ટોક શોમાં સારા અલી ખાન સાથેના સંબંધો અંગે પણ સવાલ ઉઠાવ્યા હતા. એટલું જ નહીં, જ્યારે સોનમે શુભમન ને બોલિવૂડમાં તેની ફેવરિટ એક્ટ્રેસ નું નામ પૂછ્યું તો શુભમને વિલંબ કર્યા વિના સારા અલી ખાનનું નામ લીધું. સારા અલી ખાન અને શુભમન ગિલ ના ડેટિંગ ના સમાચાર પર અભિનેત્રીની અત્યાર સુધી કોઈ પ્રતિક્રિયા નથી. જોકે ગયા વર્ષે સારા અલી ખાનનો એક વીડિયો વાયરલ થયો હતો જેમાં તે શુભમન ગિલ સાથે હોટલ માંથી બહાર નીકળતી જોવા મળી હતી. આ પછી બંને ફ્લાઈટમાં પણ સાથે જોવા મળ્યા હતા. શુભમન અને સારા અલી ખાને રિલેશનશિપ ના સમાચાર પર મૌન સેવી લીધું છે. જણાવી દઈએ કે સારા અલી ખાન પહેલા શુભમન ગિલ નું નામ સચિન તેંડુલકરની પુત્રી સારા તેંડુલકર સાથે જોડાયું હતું.
Join Our WhatsApp Community