News Continuous Bureau | Mumbai
આર માધવને ( R madhavan ) ઓસ્કારની ( oscar ) પ્રથમ યાદીમાં ( first list ) સામેલ થનારી ફિલ્મ ( rocketry the nambi effect ) વિશે જણાવ્યું હતું કે, “આ ફિલ્મે મને ઘણું બધુ આપ્યું છે. તેની સફર હજુ પણ લાભદાયી છે અને ફિલ્મને દુનિયાભરમાંથી પ્રેમ મળ્યો છે. નામ્બી સરને તે માન્યતા મળી રહી છે જેના તેઓ હકદાર છે અને હું મારા દિગ્દર્શક ( directorial debut ) તરીકે ની શરૂઆત થી વધુ શું માંગી શકું. હું ફરી એકવાર ઉત્સાહિત છું.”
9 ભારતીય ફિલ્મો ને મળ્યું સ્થાન
તમને જણાવી દઈએ કે, ઓસ્કરની પ્રથમ યાદીમાં નવ ભારતીય ફિલ્મો છે. આમાંની પાંચ દક્ષિણ ભારતની છે, જેમાં ‘રોકેટ્રી’, ‘આરઆરઆર’, ‘કંટારા’, ‘ઇરવિન’ ‘નિઝાલ’ અને ‘વિક્રાંત રોના’નો સમાવેશ થાય છે. આ સિવાય સંજય લીલા ભણસાલીની ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ અને વિવેક અગ્નિહોત્રીની ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ પણ આ યાદીમાં સામેલ છે. આ યાદીમાં ગુજરાતી ફિલ્મ ‘છેલ્લો શો’એ પણ પોતાનું સ્થાન બનાવી લીધું છે.
આ સમાચાર પણ વાંચો: શું ખરેખર શાહરૂખ ખાનનો પુત્ર પાકિસ્તાની અભિનેત્રી ને કરી રહ્યો છે ડેટ? સાદિયા ખાને આ વિશે કર્યો ખુલાસો,જણાવી વાયરલ ફોટા પાછળની હકીકત
જાણો ક્યારે યોજાશે એવોર્ડ સમારોહ
વિશ્વભરમાંથી 301 ફિલ્મો 95 માં એકેડેમી એવોર્ડ્સની કન્ટેસ્ટન્ટ લિસ્ટમાં પહોંચી છે. આ સૂચિમાં સમાવિષ્ટ ફિલ્મો નામાંકન સુધી પહોંચવા માટે સભ્યોના મતદાન માટે પાત્ર બને છે. અંતિમ નામાંકન માટે મતદાન 12 થી 17 જાન્યુઆરી સુધી ચાલશે. 95મા એકેડમી પુરસ્કાર માટે ના નામાંકન 24 જાન્યુઆરી એ જાહેર કરવામાં આવશે. તેમજ, 12 માર્ચે લોસ એન્જલસમાં એવોર્ડ સમારોહ યોજાશે.
Join Our WhatsApp Community