Site icon News Continuous Bureau | Mumbai

Rajkumar santoshi: બોલિવૂડ નિર્દેશક રાજકુમાર સંતોષી સામે જારી થયું વોરંટ, જાણો શું છે સમગ્ર મામલો

Rajkumar santoshi: બોલિવૂડના પ્રખ્યાત નિર્માતા-નિર્દેશક રાજકુમાર સંતોષી વિરુદ્ધ વોરંટ જારી કરવામાં આવ્યું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રાજકુમાર સંતોષી પર નિર્માતાના પૈસા પરત ન કરવાનો આરોપ લાગ્યો છે.

rajkumar santoshi warrant has been issued cheque bounce case

rajkumar santoshi warrant has been issued cheque bounce case

News Continuous Bureau | Mumbai

Rajkumar santoshi: દામિની,  ઘાયલ,અંદાઝ અપના અપના જેવી ઘણી બ્લોકબસ્ટર ફિલ્મો બનાવનાર બોલિવૂડના પ્રખ્યાત નિર્માતા-નિર્દેશક રાજકુમાર સંતોષી વિરુદ્ધ વોરંટ જારી કરવામાં આવ્યું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રાજકુમાર સંતોષીની ફિલ્મ ‘ગાંધી ગોડસે એક યુદ્ધ’ બોક્સ ઓફિસ પર સારું પ્રદર્શન કરી શકી ન હતી, જેના કારણે તેને ભારે નુકસાન થયું હતું. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રાજકુમાર સંતોષી પર નિર્માતાના પૈસા પરત ન કરવાનો આરોપ લાગ્યો છે.   

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Kalki 2898 ad: કલ્કી 2898 એડી ના બીજા ભાગ માં શું થશે તેનું મહાભારત ના કૃષ્ણ એ લગાવ્યું અનુમાન, પ્રભાસ ના પાત્ર ને લઈને નીતીશ ભારદ્વાજ એ કહી આવી વાત

રાજકુમાર સંતોષી વિરુદ્ધ જારી થયું વોરંટ 

મીડિયા રિપોર્ટ્સ અનુસાર,6 જુલાઈ, 2024ના રોજ નવી દિલ્હી ની સાકેત ડિસ્ટ્રિક્ટ કોર્ટે ફિલ્મ નિર્માતા રાજકુમાર સંતોષી વિરુદ્ધ વોરંટ જાહેર કર્યું છે. નિર્માતા ઝુલને એનઆઈની કલમ 138 હેઠળ કેસ દાખલ કર્યો હતો. રાજકુમાર સંતોષી પર આરોપ છે કે ઝુલનને આપેલો તેમનો 1 કરોડ રૂપિયાનો ચેક બાઉન્સ થઈ ગયો છે. રાજકુમાર સંતોષી સામે પૈસા ન આપવા બદલ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. નિર્માતા એ આ વિશે મીડિયા ને જણાવ્યું કે, ‘રાજકુમાર સંતોષી આપેલી તારીખો પર કોર્ટમાં હાજર થયા ન હતા, તેથી તેમની વિરુદ્ધ આ સમન્સ અને નોટિસ જારી કરવામાં આવી છે. મને કોર્ટમાંથી ન્યાય મળવાની પૂરી આશા છે.’


મીડિયા રિપોર્ટ મુજબ આ સિવાય નિર્માતા એ વધુ માં જણાવ્યું કે, “અમારી કાનૂની લડાઈ ચાલુ રહેશે કારણ કે રાજકુમાર સંતોષીએ ‘બેટલ ઓફ સારાગઢી’ માટે લગભગ 6 કરોડ રૂપિયા લીધા છે અને તેણે તેની તાજેતરની ફિલ્મ ‘લાહોર 1947’ માટે પણ 2 કરોડ રૂપિયા લીધા છે. આ અંગે અમારી તરફથી કાયદેસરની કાર્યવાહી પણ શરૂ કરવામાં આવી છે.”

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

KBC 18 First Crorepati KBC 18 ને મળ્યો પ્રથમ કરોડપતિ વિજેતા, ૧ કરોડ જીતતા જ અમિતાભ બચ્ચને આપી ‘જાદુ કી ઝપ્પી’
Smriti Irani DPIFF 2026 ‘તુલસી’ બનીને ફરી છવાયા સ્મૃતિ ઈરાની, જીત્યો બેસ્ટ ટીવી એક્ટ્રેસનો એવોર્ડ
Sonu Nigam Flight Video હવામાં ગૂંજ્યો સોનુ નિગમનો અવાજ રાયપુરમુંબઈ ફ્લાઇટ માં મુસાફરોએ ગીત ગાયું તો ગાયકે પણ આપ્યું સરપ્રાઇઝ
AICWA Demands Extra Security બોલિવૂડ સ્ટાર્સની સુરક્ષા મુદ્દે મોટી હલચલ, અમિતાભ બચ્ચન અને સૈફ અલી ખાનને કડક સુરક્ષા આપવા AICWA ની CM ફડણવીસને અપીલ
Exit mobile version