News Continuous Bureau | Mumbai
ફેમસ કોમેડિયન(Famous comedian) રાજુ શ્રીવાસ્તવની(Raju Shrivastav) હાલત ફરી એક વાર ખરાબ થઈ ગઈ છે. મીડિયા રિપોર્ટ મુજબ કોમેડિયન રાજુ શ્રીવાસ્તવ લગભગ બ્રેઈન ડેડ(Brain dead) જેવી હાલતમાં છે અને હવે ઈશ્વર કોઈ ચમત્કાર કરે તેવી પ્રાર્થના થઈ રહી છે.
મીડિયામાં પ્રકાશિત અહેવાલો મુજબ, તબીબોના જણાવ્યા અનુસાર રાજુનું મગજ કામ કરતું બંધ થઈ ગયું છે. તેના હૃદયની તકલીફો(Heart problems) પણ વધી છે. પરિવારજનો પણ સમજી શકતા નથી કે આ શું થઈ રહ્યું છે. હવે ભગવાન કોઈ ચમત્કાર દાખવે તેવી આશા રાખવામાં આવી રહી છે.
મહારાષ્ટ્રના આ સમુદ્રકિનારેથી મળી બે શંકાસ્પદ બોટ- AK 47 સહિત હથિયાર મળતાં હડકંપ- હાઈ એલર્ટ જાહેર
રાજુના મગજના કેટલાક ભાગોમાં પાણી ભરાઈ જવાથી સોજો આવ્યો છે. તેના એમઆરઆઈમાં(MRI) મગજના કેટલાક ભાગોમાં ધાબાં જોવા મળ્યા છે. જીમમાં એક્સરસાઈઝ(Exercise in gym) કરતી વખતે હાર્ટ એટેક (Heart attack) આવ્યા બાદ પચ્ચીસ મિનિટ સુધી રાજુના મગજને આવશ્યક ઓક્સિજન(Essential oxygen) મળ્યો ન હતો. તેના લીધે મગજને બહુ ડેમેજ થયું છે.
હજુ ગઈકાલ સુધી રાજુની તબિયત સ્હેજ સુધારા પર હોવાના અને તે સારવારને પ્રતિભાવ આપી રહ્યા હોવાના સમાચાર હતા. ત્યાં હવે નવા ઘટનાક્રમથી તેના ચાહકોમાં ભારે ચિંતાની લાગણી ફેલાઈ છે અને સૌ કોઈ તેનાં આયુષ્ય માટે પ્રાર્થના કરી રહ્યા છે.